ખબર

તાજમહેલ જોવા આવેલા ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીએ કમર ઉપર બાંધ્યો લીલા રંગનો બેલ્ટ, કારણ જાણીને હોંશ ઉડી જશે

ગઈકાલથી ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ જ ચર્ચામાં રહેલા જોવા મળે છે, ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા અને દીકરી ઇવાંકા અને તેનો પતિ પણ તેમની સાથે જ ભારત આવ્યા છે. ગઈકાલે અમદાવાદના એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમને ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને પછી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરવા માટે મોટેરા પહોંચ્યા હતા.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પનો આ ભારતીય પ્રવાસ ખુબ જ યાદગાર બની રહ્યો છે, સોશિયલ મીડિયામાં તેમની પત્ની અને દીકરી સાથેના ઘણા ફોટો અને વિડિઓ પોસ્ટ પણ થઇ રહ્યા છે અને લાખો લોકો તેને જોઈ પણ રહ્યા છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર આગ્રામાં આવેલા તાજમહેલ  જોવા માટે રવાના થયો હતો.

Image Source

આગ્રાના તાજમહેલને જોઈને ટ્રમ્પ સાથે મેલાનિયા અને તેમની દીકરી ઇવાંકા પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. પરંતુ તાજમાં પ્રવેશતી વખતે ટ્રમ્પની પત્ની મેલાનિયાએ પોતાની કમર ઉપર લીલા રંગનો એક પટ્ટો બાંધો હતો જેને જોઈને ઘણા જ લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપવા લાગ્યા, મેલાનિયાએ બાંધેલો એ પટ્ટો ખુબ જ સુંદર તો હતો જ પરંતુ પોતાના સફેદ રંગના જંપ શૂટ સાથે બાંધેલા એ પટ્ટા પાછળનું રહસ્ય શોધવામાં લોકો લાગી ગયા હતા.

Image Source

મેલાનિયાનો આ ખાસ ડ્રેસ અમેરિકાની પ્રખ્યાત ડિઝાઈનર હર્વે પિયર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. મેલાનિયા ભારતના પ્રવાસે આવવાની હતી જેના કારણે તેને આ ખાસ ડ્રેસ મેલાનિયામાં માટે તૈયાર કર્યો હતો. સફેદ રંગના જંપ શૂટની જો વાત કરીએ તો સફેદ રંગ એક શાંતિનું પ્રતીક છે અને તેના કારણે મેલાનિયા સફેદ વસ્ત્રોમાં જોવા મળી હતી.

Image Source

આગ્રાના તાજમહેલમાં પ્રવેશતા આ જંપ શૂટ ઉપર લીલા રંગનો પટ્ટો પણ જોડાઈ ગયો હતો તેની પાછળ પણ તેની ડિઝાઇનરે જ એક ખાસિયત જોડી હતી. મેલાનિયા તાજમહેલની મુલાકાત લેવાની છે એ પહેલાથી જ નક્કી હતું જેના કારણે તેના માટે એક ખાસ બેલ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ રેશમી કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મોગલ સમયની ઝલક પણ જોવા મળે છે. આ પટ્ટાની ડિઝાઇનમાં ઑક્ટોગોનલ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુગલો લીલા રંગને વધારે મહત્વ આપતા હતા જેના કારણે મેલાનિયાના પટ્ટાનો રંગ પણ લીલો જ રાખવામાં આવ્યો હતો. આ બેલ્ટની આખી બોર્ડર ઉપર ભરતકામ કરવામાં આવ્યું હતું. પટ્ટામાં સોનેરી રંગના દોરા દ્વારા પણ સુંદર ભરતકામ કરવામાં આવ્યું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.