દાઉદની ગર્લફ્રેન્ડના દિલમાં વસે છે આ હેન્ડસમ નેતા, જાણો શું કહ્યું?
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની કથિત ગર્લફ્રેન્ડ મહવિશ હયાત આજકાલ તેના લગ્નને લઈને આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. પાકિસ્તાની એક્ટ્રેસ મહવિશ હયાતે એક ઇન્ટરવ્યૂમાં તેના જીવનસાથીની પસંદને લઈને વાત કરી હતી. આ દરમિયાન તેના લગ્ન માટે જેનું નામ ઉછળ્યું છે તે દાઉદ ઇબ્રાહિમ નહીં પરંતુ પાકિસ્તાનનો એક મોટો રાજનેતા છે. મહવિશે આ દરમિયાન આ નેતાની તારીફ પણ કરી હતી. મહવિશ હયાતનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તો મહવિશ હયાત પણ ચર્ચામાં આવી ગઈ છે.
View this post on Instagram
મહવિશે બોલ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને લાંબી હાઈટવાળા છોકરા પસંદ છે. આ સાથે જ કહ્યું હતું કે, યુવકના રંગનું તેના માટે કોઈ મહત્વ નથી. જયારે હયાતને પૂછવામાં આવ્યું હતું કે, શું તે વ્યક્તિ વિષે વાત કરી રહી છે જે હાલમાં જ પાકિસ્તાની રાષ્ટ્રીય એસેમ્બલીનો સભ્ય બન્યો છે. હયાતે આ સવાલનો જવાબ આપ્યો હતો કે, શું તમે બિલાવલ વિષે વાત કરી રહ્યા છો ?
View this post on Instagram
આ પર ઇન્ટરવ્યૂ લેનારી પત્રકારે કહ્યું હતું કે, તે બિલાવલ ભુટ્ટો ઝરદારી વિષે વાત નથી કરી રહી. પરંતુ જો હું બિલાવલ સાથે લગ્ન વિષે વાત કરું તો શું થશે ? આ પર મહવિશે જવાબ આપ્યો હતો કે, આ પ્રસ્તાવનો તે વિરોધ કરશે. બાદમાં તેને બિલાવલની તારીફ કરી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે , બિલાવલ ભુટ્ટો જરદારી પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી પૈકી એક પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ચેરમેન છે. પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનો દીકરો છે. પાકિસ્તાની રાજનીતિમાં તેનું મોટું નામ છે. આજકાલ બિલાવલ ભુટ્ટો પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ પ્રદર્શનની આગેવાની કરી રહ્યા છે. પાકિસ્તાનમાં યુવાનોમાં તેની મોટી પકડ છે
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવમાં આવ્યો હતો કે, દાઉદથી ઉંમરમાં 27 વર્ષ નાની મહવિશ હયાત તેની ગર્લફ્રેન્ડ છે. આ વિષેની ચર્ચા ગત વર્ષ શરૂ થઇ હતી. જયારે મહવિશે નાગિરક સમ્માન ‘તમગા એ ઈમ્તિયાઝ’ આપવા પર સવાલ ઉઠાવ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે, દાઉદે મહવીશને એક આઈટમ સોન્ગમાં જોયા બાદ તેના પર ફિદા થઇ ગયા હતા. કહેવામાં આવે છે કે, આ પાછળ મહવિશને મોટા પ્રોજેક્ટ આપવામાં પણ મદદ કરી છે.
View this post on Instagram
પાકિસ્તાને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘તમગા એ ઇમ્તિયાઝ’ પ્રાપ્ત કર્યા બાદ હયાતને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ લોકોએ તેની કાબેલિયત ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. તે સમયે હયાતે આ બધી જ ખબરોને તેના વિરુદ્ધની કાવતરું જણાવ્યું હતું. દાઉદ સાથે નામ જોડાયા બાદ તે ફરી એક વાર ચર્ચામાં આવી ચુકી છે.
View this post on Instagram
પાકિસ્તાનમાં ગેંગસ્ટર ગુડિયા તરીકે પણ જાણીતી છે. આ સિવાય મહવિશ હયાત ‘બિલ્લી’ના નામથી પણ જાણીતી છે. મહવિશે 2014માં આવેલી ફિલ્મ ‘ના માલુમ અફરાદમાં બિલ્લીનો રોલ નિભાવ્યો હતો. 2019ની ટોપ 10 સેક્સીએસ્ટ એશિયન ફિમેલમાં મહવિશ હયાત 9માં નંબરે હતી. ખુબસુરતીના કારણે મહવિશને પાકિસ્તાનની કેટરીના પણ કહેવામાં આવે છે.
View this post on Instagram
મહવિશ હયાતે 2009માં આવેલી ફિલ્મ ઈશાઅલ્લાહ, 2015માં જવાની ફિર નહીં આની, 2016માં એક્ટર ઈન લો, ટિમ, 2017માં આવેલી પંજાબ નહીં જાઉંગી અને વર્ષ 2018માં આવેલી જવાની ફિર નહીં આની-2, લોડ વેડિંગ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. મહવિશ એક એક્ટ્ર્રેસ હોવાની સાથે-સાથે એક જાણીતી સિંગર પણ છે.
View this post on Instagram
37 વર્ષીય હયાતે 2009માં ઈશાઅલ્લાહ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ટેલિવિઝન શો ‘મેરી કાતિલ દીલદાર’થી પ્રસિદ્ધિ મળી હતી. તે ઘર-ઘરમાં જાણીતી થઇ હતી. હયાત હાલ પાકિસ્તાની ટોપ એક્ટ્રેસ પૈકી એક છે.