આખરે શા કારણે “સૂર્યવંશી” ફિલ્મ ઉપર ભડકી દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ ? એવું કહ્યું કે વાંચીને તમારા મગજનો પારો પણ છટકી જશે

થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી અભિનેતા અક્ષય કુમાર, કૈટરીના કૈફ અને રોહિત શેટ્ટીની ફિલ્મ “સૂર્યવંશી” બોક્સ ઓફિસ ઉપર કરોડોની કમાણી કરી રહી છે. આ બધા વચ્ચે જ ફિલ્મને લઈને મોટો વિવાદ પણ ચાલુ છે. એક તરફ જ્યાં આ ફિલ્મની અંદર અક્ષય કુમારના જબરદસ્ત એક્શનને ખુબ જ પસંદ કરવામાં આવ્યો રહ્યો છે. તો બીજી તરફ સૂર્યવંશીના કન્ટેન્ટને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે.

સૂર્યવંશીના કન્ટેન્ટ ઉપર આ વખતે સવાલ ઉઠાવ્યો છે પાકિસ્તાની અભિનેત્રી મહવીશ હયાતે. મહવિશ હયાતે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ લખી અને આ ફિલ્મ વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયા આપી છે. મહવિશ હયાતે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે આ પ્રકારે ઇસ્લામફોબિયાને વધારો આપવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા વર્ષથી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહવિશ હયાત ડોન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ છે. તેને સૂર્યવંશી ફિલ્મ વિશે લખ્યું છે કે સૂર્યવંશી ઈસ્લામફૉબીયામાં વધારો કરી રહી છે. હોલીવુડમાં વસ્તુઓ બદલાઈ રહી છે. મને આ વાત ઉપર આશા છે કે સરહદ પાર લોકો પણ તેનું પાલન કરે.

તેને આગળ લખ્યું છે કે, “જેમ કે મેં કહ્યું… જો યોગ્ય રીતે નથી બતાવી શકતા તો ઓછામાં ઓછા મુસલમાનોને બતાવવાની રીતને લઈને નિષ્પક્ષ રહે. નફરત નહીં, પુલ બનાવો. ! ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી મહવિશ અને દાઉદના સંબંધોને લઈને મીડિયામાં ચર્ચાઓ પણ ચાલી રહી છે.

હોલીવુડમાં વસ્તુઓ બદલાઈ રહી છે અને મને આશા છે કે સરહદ પારના લોકો તેને અનુસરશે. મેં કહ્યું તેમ, જો તમે તેને યોગ્ય રીતે બતાવી શકતા નથી, તો ઓછામાં ઓછું મુસ્લિમોને જે રીતે ચિત્રિત કરવામાં આવે છે તેના વિશે વાજબી બનો. નફરત ન કરો, પુલ બનાવો!’ ‘સૂર્યવંશી’માં અભિનેતા અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.


એમ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદે મહવિશને ઘણા મોટા પ્રોજેક્ટ કરાવવામાં પણ મદદ કરી છે. મહવિશ પણ ગેંગસ્ટર ગુડિયાના નામથી ઓળખાય છે. મહવિશ હયાતનું નામ વર્ષ 2019માં સૌથી વધુ કામણગારી એશિયન મહિલાની યાદીમાં પણ સામેલ થયું હતું. તે અભિનેત્રી હોવા ઉપરાંત સિંગર પણ છે. મહવિશ હયાતને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારોમાંના એક તમગા-એ-ઈમ્તિયાઝથી પણ નવાજવામાં આવી છે.

Niraj Patel