ફિલ્મી દુનિયા

ડૉન દાઉદ તેનાથી 27 વર્ષ નાની હોટ ગર્લફ્રેન્ડના પ્રેમમાં છે પાગલ, જુઓ તસ્વીરોમાં કોણ છે આ અભિનેત્રી?

37 વર્ષની ઉંમરમાં તેનાથી 27 વર્ષ મોટા દાઉદ ઇબ્રાહિમથી જોડાયું છે આ હસીનાનું નામ, અહીં જુઓ ગ્લેમરસ તસ્વીર

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ દાઉદ ઇબ્રાહિમ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં પાકિસ્તાને માની લીધું હતું કે દાઉદ પાકિસ્તાનમાં છે. પરંતુ હવે દાઉદનું નામ પાકિસ્તાની એક્ટ્રેસ મહવિશ હયાત સાથે જોડાઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદના કહેવા પર મહવીશને ઘણી ફિલ્મોમાં કામ મળી ગયું. તે હવે પાકિસ્તાનમાં ગેંગસ્ટર ગુડિયા તરીકે પણ જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

મહવિશ હયાત પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ છે. તેનો જન્મ 6 જાન્યુઆરી 1983ના રોજ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. મહવિશની માતા રુખસાર હયાત 80ના દાયકાની લોકપ્રિય ટીવી અભિનેત્રી હતી. મહવિશનો સૌથી મોટો ભાઈ જિશાન ગાયક અને સંગીતકાર છે. તેનો બીજો ભાઈ દાનિશ હયાત એક એક્ટર છે. મહવિશની મોટી બહેન અફશીન સિંગર છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

હયાતને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. ભારતીય લોકોએ તેને ટેગ કર્યા અને લખ્યું કે, 1993 ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સેંકડો લોકોને મારનારા દાઉદ સાથે તેના ગાઢ સંબંધો છે. તે જ સમયે, પાકિસ્તાનના લોકો મહવિશના સન્માન પર સવાલ ઉઠાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

બીજી તરફ, મહવિશે ટ્રોલ થયા બાદ જવાબ આપ્યો. તેમણે કહ્યું, આ તેમની વિરુદ્ધ કાવતરું છે. તેમણે આ સંબંધને નકારી કાઢ્યો અને કહ્યું કે જે લોકોની ઇર્ષા છે તેઓ આ અફવા ફેલાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં ગેંગસ્ટર ગુડિયા તરીકે પણ જાણીતી છે. આ સિવાય મહવિશ હયાત ‘બિલ્લી’ના નામથી પણ જાણીતી છે. મહવિશે 2014માં આવેલી ફિલ્મ ‘ના માલુમ અફરાદમાં બિલ્લીનો રોલ નિભાવ્યો હતો. 2019ની ટોપ 10 સેક્સીએસ્ટ એશિયન ફિમેલમાં મહવિશ હયાત 9માં નંબરે હતી. ખુબસુરતીના કારણે મહવિશને પાકિસ્તાનની કેટરીના પણ કહેવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

મહવિશ હયાતે 2009માં આવેલી ફિલ્મ ઈશાઅલ્લાહ, 2015માં જવાની ફિર નહીં આની, 2016માં એક્ટર ઈન લો, ટિમ, 2017માં આવેલી પંજાબ નહીં જાઉંગી અને વર્ષ 2018માં આવેલી જવાની ફિર નહીં આની-2, લોડ વેડિંગ સહિતની ફિલ્મોમાં કામ કર્યું હતું. મહવિશ એક એક્ટ્ર્રેસ હોવાની સાથે-સાથે એક જાણીતી સિંગર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

ગત વર્ષ મહવિશને પાકિસ્તાનના નાગરિક પુરસ્કાર પૈકીનો એક તમગા એ ઈમ્તિયાઝથી નવાજવામાં આવી હતી. મહવિશ હયાતએ તેની કરિયરની શરૂઆત આઈટમ નંબરથી કરી હતી. મહવિશેની ઉંમર 37 વર્ષ છે. તે દાઉદ કરતા 27 વર્ષ નાની છે. હયાત પાકિસ્તાનની ટોપ સિંગર છે તે જાણીતી હસ્તીઓના કાર્યક્રમ હોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

37 વર્ષીય હયાતે 2009માં ઈશાઅલ્લાહ ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ટેલિવિઝન શો ‘મેરી કાતિલ દીલદાર’થી પ્રસિદ્ધિ મળી હતી. તે ઘર-ઘરમાં જાણીતી થઇ હતી. હયાત હાલ પાકિસ્તાની ટોપ એક્ટ્રેસ પૈકી એક છે.

 

View this post on Instagram

 

A post shared by Mehwish Hayat (@mehwishhayatofficial) on

હયાત માત્ર એક એક્ટ્રેસ જ નહીં, પરંતુ પાકિસ્તાનના ટોચની સિંગિંગ સ્ટાર છે. તે ઘણી ફેમસ છે. એટલું જ નહીં, તેઓ ક્રિકેટર, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ સહિત મોટી હસ્તીઓના પ્રોગ્રામને હોસ્ટ કરે છે. તે થોડા સમય પહેલા દાઉદના સંપર્કમાં આવી. આ પછી, તેને મોટા બજેટની ફિલ્મો મળવાનું શરૂ થયું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.