લેખકની કલમે

કોઈ પણ નિયમનું અનુસર વ્યક્તિની અંદર સારી નીયતનો પ્રકાશ પેદા કરે છે.કોઈ પણ નિયમનુ ઉલ્લંધન વ્યક્તિની વ્યથા વધારે છે.”

૧)નાની ભુલ

હુ ગઇ કાલે અંકલેશ્વરથી બરોડા આવવા માટે, અંકલેશ્વર બસસ્ટેન્ડ પરથી સુરત અમદાવાદ નામની એસટી બસમા બેઠો.બે કલાક પછી તે બસ મકરપુરા બસસ્ટેન્ડ પર ઉભી રહી.તેની અંદર રહેલા અમુક મુસાફરો ત્યા ઉતરી ગયા.એક યુવાન તેની બેગ લઈને તે બસની અંદર આવ્યો અને કંડકટરને પુછ્યુ,

“સાહેબ….આ બસ અમદાવાદ કેટલા વાગ્યે પહોંચાડશે ” “આ બસ… અમદાવાદ નહી,આણંદ જાય છે “કંડક્ટરે તે યુવાનને જવાબ આપતા કહ્યુ.

“અરે…આ બસ પર બોર્ડ તો સુરત અમદાવાદ નું છે,તો પછી આ આણંદ કેમ જાય છે “તે યુવાને કંડકટરને સામો સવાલ કરતા કહ્યુ.

“એ જે હોય તે,તને એકવાર કીધુ એટલે ખબર નથી પડતી “કંડક્ટરે ગુસ્સે થતા પેલા યુવાનને કહ્યુ. જેના હિસાબે તે યુવાન ડેપો મેનેજર પાસે ગયો અને તેને કહ્યુ,“સાહેબ…પેલી બસ સુરત અમદાવાદની છે,અને મને કંડકટર કહે છે કે તે બસ અમદાવાદ નહી, આણંદ જશે”

“તેને ભલે જે કહ્યુ હોય તે,હુ તને ફાઈનલ કહુ છુ કે તે બસ અમદાવાદ નહી જાય, આણંદ જશે “ડેપો મેનેજરે પેલા યુવાનને જવાબ આપ્યો.

“અરે…એવું થોડી હોય, બસ સુરત અમદાવાદની છે અને તમે કહો છો કે તે આણંદ જશે…”પેલા યુવાને ગુસ્સે થતા ડેપો મેનેજર ને કહ્યુ.

“તને…એકવાર કીધુ ખબર નથી પડતી,ચાલ તું મને બતાવતો તે આણંદની બસ કેવી રીતે અમદાવાદ જાય છે “ડેપો મેનેજરે તેની ઓફિસ માથી બહાર નિકળતા પેલા યુવાનનુ બાવડુ પકડીને બસ તરફ ખેંચીને લાવતા કહ્યુ.
ડેપો મેનેજરે બસની નજીક આવીને જોયું તો,બસ આણંદની હતી અને તેના પર રહેલું બોર્ડ સુરત અમદાવાદ નુ હતુ.ડેપોમેનેજરે તે બસના કંડકટરને બોલાવ્યો અને તેને કહ્યુ,

“આ બસ સુરત આણંદની છે,અને બોર્ડ સુરત અમદાવાદ નું છે,આવુ કેમ ? ” “સાહેબ…સુરત આણંદનુ બોર્ડ અમારી પાસે નહોતુ એટલે અમે આ સુરત અમદાવાદ નું બોર્ડ લગાવી દીધું “કંડક્ટરે બીડીનો ધુમાડો તેના મોઢામાંથી કાઢતાં કહ્યુ.

તેનો આ જવાબ સાંભળીને ડેપો મેનેજર ઓર ગુસ્સે થયો અને તેને બે ચાર સંભળાવી. “બસ…હવે વધુ પડતું બોલોમા,આવી નાની ભુલતો થયા કરે “કંડક્ટરે ડેપો મેનેજરે કહ્યુ. “આ નાની ભુલ નથી,મોટી ભુલ છે ભુતડા….”ડેપોમેનેજર બોલ્યો.

“સાહેબ…આ બસ અમદાવાદ નહી જાય….”તે બસની અંદર બેઠેલી લેડીઝે ડેપો મેનેજરને પુછ્યુ.

“ના…નહી જાય,તમે ટીકીટ કયાની લીધી છે “ડેપો મેનેજરે પુછ્યુ.

“મે કંડક્ટર પાસે ટિકીટ માંગી હતી,પરંતુ તેને ન આપી “તે લેડીએ ડેપો મેનેજર ને જવાબ આપતા કહ્યુ.

“કેમ તે આ મેડમને ટીકીટ ન આપી “ડેપો મેનેજરે કંડકટરને પુછ્યુ.

“આ બસ આણંદની છે અને તેને અમદાવાદ જવુ છે તો હું ટીકીટ કંઈ રીતે આપુ “કંડક્ટર બોલ્યો.

“એ ભાઈ..તુ આ બોર્ડ બસની બહાર કાઢી લે અને ચોકથી લખી નાખ,સુરત આણંદ “ડેપો મેનેજરે ડ્રાઈવરને કહ્યુ.તે બસમા રહેલા અમદાવાદના મુસાફરોને અમદાવાદ જતી બસમા બેસાડ્યા અને હુ જે બસમા હતો તે બસ આણંદ જવા માટે રવાના થઈ.

આપણને અમુક ભુલ નાની લાગતી હોય છે,પરંતુ તે ભુલની ભયાનકતા મોટી હોય છે.

* * * * * * * * * * * * * * * * * *

૨) ઉલ્લંધન

બધીજ સરકારી બસોમા નો સ્મોકિંગ એવુ લખેલુ હોય છે,અને બસની અંદર સ્મોકિંગ કરવું એ એક ગુનો છે.પરંતુ હુ જે બસમા આવ્યો તે બસનો કંડકટર ખુદ તેની પોતાની સીટ પર બેસીને, બિન્દાસ્ત બનીને, સિગારેટના ધુમાડા કાઢી રહ્યો હતો.બસનો કંડક્ટર ખુદ સ્મોકિંગ કરતો હોય તો તે શું બીજા મુસાફરોને બસની અંદર સ્મોકિંગ કરતા અટકાવશે,ના…. ક્યારેય નહી.કોઈ પણ નિયમ નું અનુસર વ્યક્તિની અંદર સારી નીયતનો પ્રકાશ પેદા કરે છે.કોઈ પણ નિયમનુ ઉલ્લંધન વ્યક્તિની વ્યથા વધારે છે.

* * * * * * * * * * * * * *

લેખક © ખોડીફાડ મેહુલ(ગુરુ)

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.