મેહુલ ચોક્સીની પત્નીએ ‘મિસ્ટ્રી ગર્લ’ને લઇને કર્યો મોટો પર્દાફાશ, કહ્યુ- પતિની હત્યા..જાણો વિગત

ભારતીય બેન્કોના હજારો કરોડ રૂપિયા લઇને દેશથી ફરાર પંજાબ નેશનલ બેન્ક ગોટાળાનો આરોપી હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત લાવવા માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. હાલ તો ચોક્સી ડોમિનિકા પોલિસની ગિરફતમાં છે. ત્યાં, ભારતની ટોપ તપાસ એજન્સી પણ ડોમિનિકા પહોંચી છે. આ વચ્ચે મિસ્ટ્રી ગર્લ વિશે પણ ખુલાસો થવાની વાત કહવામાં આવી રહી છે. કથિત રીતે મેહુલનુ અપહરણ કરાવવામાં તે સામેલ હતી.

પંજાબ નેશનલ બેન્કના 13500 કરોડ રૂપિયાનો ગોટાળો કરનાર ભાગેડુ મેહુલ ચોક્સીની પત્ની પ્રિતી ચોક્સીએ મેહુલના જીવને લઇને ખતરાની આશંકા વ્યક્ત કરી છે.પ્રીતિએ ડોમિનિકા તટ પર ચોક્સી સાથે યોટમાં જોવા મળેલ તે છોકરીને લઇને જાણકારી આપી છે.

પ્રીતિએ બિઝનેસ સ્ટાન્ડર્ડને આપેલ એક સ્પેશિયલ ઇન્ટરવ્યુમાં પ્રીતિ ચોક્સીએ કહ્યુ કે, તેના પતિ 23 મેએ સાંજે રાત્રે ખાવા માટે નીકળ્યા હતા. પરંતુ તે આવ્યા નહિ. તેણે કહ્યુ કે, ચોક્સીની જાણ કરવા માટે સમુદ્ર તટ પર એક સલાહકાર અને રસોઇયાને મોકલ્યો હતો. પરંતુ કંઇ મળ્યુ નહિ અને આખરે પોલિસને સંપર્ક કર્યો.

મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિએ જણાવ્યુ કે, હું એ જાણીને પરેશાન થઇ ગઇ હતી કે ચોક્સીને સાંજે લગભગ 5.30 વાગ્યે એક યોટ પર લઇ જવામાં આવ્યા અને કોઇએ તેમને ના જોયા. તેમની ગાડી ગાયબ હતી, જે સવારે 7.30 વાગ્યે મળી.

તેને પોલિસે 3 વાગ્યે વિસ્તારમાં ગશ્ત દરમિયાન બરામદ કરી હતી. જયારે પ્રીતિને મિસ્ટ્રી ગર્લ બારબરા જેબરિકા વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, હું જાણુ છુ કે તે ગયા વર્ષે એંટીગુઆ ઓગસ્ટમાં આવી હતી. તે આઇલેન્ડમાં અમારા બીજા ઘરે પણ આવી ચૂકી છે.

ત્યાંના શેપથી મિત્રતા થઇ ગઇ. તેણે આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવાનું ખંડન કર્યુ કે, જેબરિકા ફીમેલ ફેટેલ હતી. તેણે કહ્યુ કે, તે અલગ દેખાય છે તે એવી નથી જેવી દેખાય છે.

તેણે કહ્યુ કે, જેબરિકા પાસે એક સારુ શરીર હોઇ શકે છે, જે પણ હોય… વાત એ છે કે, આ તેની તસવીર નથી. પ્રીતિએ કહ્યુ કે, તેના પતિએ ખરાબ સ્વાસ્થ્યને કારણે ત્રણ વર્ષ સુધી આઇલેન્ડ છોડ્યો નહિ. તેને આરોપ લગાવ્યો છે કે, તેને એક વકીલને મળવા અને મેડિકલ સુવિધા લેવાની પણ અનુમતી નથી. એવામાં તેને ડર છે કે, તેના પતિને મારી દેવામાં આવશે.

Shah Jina