પંજાબ નેશનલ બેંક સ્કેમનો માસ્ટરમાઇંડ મેહુલ ચોક્સી છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ગર્લફ્રેન્ડના ચક્કરમાં એંટીગાથી નીકળી ડોમિનિકા પહોંચી ગયો, જયાં તેની ધરપકડ કરી લેવામાં આવી.
ભારતીય બેંકોથી લગભગ 13500 કરોડ રૂપિયાની લૂટ ચલાવી ફરાર થઇ જનાર અરબપતિ હીરા વેપારી મેહુલ ચોક્સી પર ભારત સરકારનો શિકંજો કસતો જઇ રહ્યો છે. મેહુલ ચોક્સી કૈરિબિયાઇ દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં દાખલ છે અને ભારત પ્રત્યાર્પણની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. મેહૂલ ચોક્સીને એક અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત છે. જયાં તે તેની ગર્લફ્રેન્ડ Babara Jarabica સાથે એશ કરી રહ્યો હતો.
એંટીગા અને બારબુડાના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન અનુસાર ચોક્સી તેની ગર્લફ્રેન્ડને ડિનર કરાવવા કે સારો સમય પસાર કરવા યોટ પર પાડોશી દેશ ડોમિનિકા ગયો હતો અને ત્યાંથી તેને પકડવામાં આવ્યો છે. મેહુલના પકડાયા બાદ હવે તેની ગર્લફ્રેન્ડ લાપતા થઇ ગઇ છે.
ચોક્સીના વકીલોનું કહેવુ છે કે, તેમના અનુસાર 23 મેએ ગર્લફ્રેન્ડની મુલાકાત માટે ચોક્સી જવાના હતા અને આ દરમિયાન જોલી હાર્બર વિસ્તારથી એેંટીગા પોલિસ અને ભારતીય અધિકારીઓએ તેમનું અપહરણ કરી લીધુ. તેમણે કહ્યુ કે, Babara Jarabica અને મેહુલ ચોક્સીની મુલાકાત એ માટે ના થઇ શકી કેમ કે જયારે તેઓ રેસ્ટોરન્ટ જઇ રહ્યા હતા ત્યારે જ તેમનું અપહરણ થઇ ગયુ હતુ.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચોક્સી લગભગ 1 વર્ષથી બારબરા નામની મહિલાના સંપર્કમાં હતા. આ પહેલા એંટીગાના પ્રધાનમંત્રી ગૈસ્ટન બ્રોને પણ ચોક્સીની એક મહિલા સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. તો ચાલો જાણીએ કે આખરે તેની ગર્લફ્રેન્ડ Babara Jarabica છે કોણ ?
View this post on Instagram
કેરિબિયાઇ મીડિયા અનુસાર Babara Jarabica એક પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર છે અને તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. વકીલોએ દાવો કર્યો કે, મેહુલ અને Babara Jarabica બંને છેલ્લા 1 વર્ષથી મિત્ર હતા અને ઘણીવાર એંટીગા અને બારબુડાના આસપાસ મળતા રહેતા હદતા. જો કે, તેમણે એ જણાવ્યુ નહિ કે તેમના વચ્ચે બિઝનેસ, મિત્રતા કે કોઇ નિવેશ સાથે સંબંધિત સંબંધ હતો કે નહિ.
View this post on Instagram
Babara Jarabica ખૂબ જ આલીશાન જીવન જીવે છે. તે લગ્ઝરી યોટ પર સમુદ્રની લહેરો પર મોજ કરતી રહે છે, તે તેના ઇન્સ્ટાગ્રામ પરની તસવીરોમાં જોઇ શકાય છે. તેણે બુડાપેસ્ટના એક મોંઘા હોટલમાં રોકાવવાની પણ તસવીર શેર કરી છે. તે પોતાને ટ્રાવેલ, બિઝનેસ અને સ્પોર્ટ્સની શોખીન જણાવે છે.