પૈસા આપી વહુ લાવનાર લોકો સાવધાન ! મહેસાણામાં પોણા બે લાખ આપી દેખાવડી રુડી રૂપાળી લાવ્યા, કાંડ કરી ગઈ આ તો

મહેસાણામાં લાખો રૂપિયા આપીને સીધી સંસ્કારી દેખાતી યુવતી લાવી દીકરીના લગ્ન કરાવ્યા, સાતમા દિવસે કહ્યું, મારે પિયર માનતા કરવા જવાનું છે અને….

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર અનેક યુવકોને ફસાવી યુવતિઓ તેમની સાથે લગ્ન કરે છે અને પછી મોકો મળતા જ ઘરમાંથી દાગીના અને રોકડ લઇ ફરાર થઇ જાય છે. ત્યારે હાલમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે.મહેસાણાના એક પરિવારે 1.70 લાખ રૂપિયા આપી દલાલ મારફતે ભરૂચની એક યુવતિને પુત્રવઘુ બનાવી હતી. ત્યારે લગ્નના સાતમા દિવસે તે માનતા પુરી કરવાનું બહાનું બનાવી દાગીના લઇ ફરાર થઇ ગઇ હતી. પુત્રવધુ પરત ન ફરતા પરિવારે દલાલનો સંપર્ક કર્યો હતો અને ત્યારે 1.70 લાખમાંથી દલાલે 30 હજાર રૂપિયા આપ્યા હતા. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

જો કે, તે બાદ તેણે ધમકીઓ આપી હતી, ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવાર દ્વારા ચાર મહિના અગાઉ આ મામલે પોલિસમાં અરજી પણ આપી હતી. જો કે, હજુ સુધી આ મામલે ફરિયાદ નોંધાતા પરિવાર ન્યાય માંગી રહ્યો છે. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રહેતા મહિલા પોતાનું ઘર કામ કરી ગુજરાન ચલાવે છે, તેમના પતિ છેલ્લા સાત વર્ષથી લકવાગ્રસ્ત છે. તેમને સંતાનમાં બે પુત્રો છે અને એક દીકરાનું સમાજમાં સગપણ ન થતા તેઓ દીકરા માટે પુત્રવધુની શોધમાં હતા. ત્યારે પરિવારનો સંપર્ક મહેસાણાના ગોકળગઢના દેવજી ચૌધરી અને ઇશ્વર ચૌધરી સાથે થયો.

તેમણે ભરૂચની કન્યાની વાત કરી અને કન્યા લાવવાના 2 લાખ કહી છેલ્લે 1.70 લાખમાં સોદો નક્કી કર્યો હતો. જે બાદ દીકરા માટે પરિવાર કન્યા જોવા ભરૂચના કાછીયા ગામે ગયો અને ત્યાં તેઓ ભરૂચની હોટેલમાં રોકાયા હતા. આ દરમિયાન હોટેલમાં 1.15 લાખ રૂપિયા અનિતાના પરિવારે આપ્યા હતા. આ દરમિયાન યુવકની માતાએ પૈસા ગણતો વીડિયો પણ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો હતો. જે બાદ અનિતાના લગ્ન યુવક સાથે થયા અને પરિવાર મહેસાણા આવ્યો. આવવા-જવાના ખર્ચ તરીકે પણ 20 હજાર રૂપિયા અને બીજા ખર્ચ મળી કુલ 66 હજાર આપવામાં આવ્યા હતા.

લગ્ન બાદ સાતમા દિવસે પુત્રવધુએ તેની સાસુને કહ્યુ કે તેને માનતા કરવા જવાનું છે. દલાલ સાથે વાત થયા બાદ પીડિત પરિવારે અનીતાને પિયર જવા દીધી હતી. અનીતા તેની સાથે દાગીના પણ લઇ ગઇ હતી. ત્યારે તે પરત ન આવતા મહેસાણાના ગોકળગઢના દલાલોને જાણ કરતા પ્રથમ તેઓએ 30,000 પરત આપ્યા હતા અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ મામલે પીડિત પરિવારે પોલિસમે અરજી આપી હતી, પંરતુ ચાર મહિના વીત્યા હોવા છત્તાં પણ કોઇ ફરિયાદ દાખલ થઇ ન હોવાથી પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે.

Shah Jina