મહેસાણામાં શું ખરેખર 22 વર્ષિય શિક્ષિકાનું હાર્ટ અટેકથી મોત થયું? મોટો ખુલાસો સામે આવ્યો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં મહેસાણામાં એક શિક્ષિકાનું ગરબા રમી ઘરે આવ્યા બાદ મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મહેસાણાના દેદિયાસણ નજીક આરજે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા ઋચિકા શાહ સ્કૂલમાં ગરબાના આયોજનમાં હાજર રહ્યા હતા અને ગરબા પણ રમ્યા હતા.

જો કે, તે બાદ તેમની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. તબીબે શિક્ષિકાનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું જણાવ્યું હતું.

File Pic

પરંતુ આ મામલે હવે માહિતી સામે આવી કે અજમો બગડે નહિ એ માટે તેમણે મર્ક્યુરી ગોળી મૂકી હતી અને અજમા સાથે તે ગોળી ગળી જતાં તેમનું મોત થયુ હોવાનું એબીબીના રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે. પ્રથમ દષ્ટીએ તો મોત હાર્ટ અટેકથી થયાના અહેવાલ હતા પરંતુ તે પછી મર્ક્યરી પારાની ગોળી જવાને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina