ખબર

મહેસાણામાં કરુણ ઘટના સામે આવી : 2 બાળકોએ તડપીને મરી ગયા -કારણ જાણીને આંસુ નહીં રોકી શકો

કોઈએ સાચું જ કહ્યું છે કે, ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું. આવું જ કંઈક વિસનગરમાં થયું છે. અચાનક જ જે માતા પિતા તેના વહાલસોયાને ગુમાવી બેસે તો એના વિશે વિચારવામાં આવે તો પણ દિલ કંપી ઉઠે છે. આજે અમુક સુવિધાઓને કારણે દુવિધા ઉભી થઇ છે.

વિસનગરમાં 9 અને 10 વર્ષના 2 બાળકો રમતા-રમતા એક કબાટમાં સંતાઈ ગયા હતા પરંતુ બાદમાં આ બંને હતભાગી બાળકોના મૃતદેહ જ જોવા મળ્યા હતા.

વિસનગરના બોકરવાડામાં રહેતા પટેલ દિનેશ ભાઈ લીલાભાઇનો 10 વર્ષનો પુત્ર સોહન અને પટેલ મનીષભાઈનો 9 વર્ષનો પુત્ર હર્ષીલ સાથે રમતા હતા. પરંતુ મોડે સુધી બાળકો પરત ના ફરતા શોધખોળ હાથ ધરી હતી. આ બાદ નેત્રેશ્વરી માતાજીના મંદિરના માઇકમાં એનાઉન્સ કરતાં ગ્રામજનો ભેગા થઇને તપાસ કરી હતી.

આ શોધખોળના અંતે મકાનની આગળ મુકેલા સ્લાઈડરવાળા કબાટમાંથી બંને હતભાગીઓ સોહન અને હર્ષિલ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. બાદમાં તુરંત જ ઊંઝા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબીઓએ મૃત જાહેર કર્યા હતા. બંને બાળકોનું વિસનગર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સોહનના પિતા દિનેશભાઈના નિવેદનના આધાર પર અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં બંને  બાળકો ચંપલ મુકવાના સ્લાઇડર કબાટમાં સંતાવવા ગયા હોય કબાટ લોક થઇ જતા અંદરથી બહાર આવીના શકતા ગૂંગળામણને કારણે મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે. હતભાગીઓનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે ઘટના સ્થળે લોહીના નિશાન અંગે જણાવ્યું હતું કે, ઓક્સિજન ના મળવાને કારણે નસકોરી ફૂટી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.