ઊંઝામાં યુવતીએ પિતાના મોબાઈલમાં બનાવ્યો છેલ્લો વીડિયો અને કેનાલમાં કૂદી કરી લીધો હતો આપઘાત, કારણ જાણીને ચોંકી ઉઠશો

આવી વાતમાં આ યુવતીએ પોતાની જાતને મારી નાખી…સમગ્ર ઘટના જાણીને ધ્રુજારી ઉપડી જશે

દેશભરમાંથી આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સમય કરતા પહેલા જ મોતને વહાલું કરી લેતા હોય છે. ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળતા મળતા કે પછી આર્થિક સંકળામણમાં આવીને જીવન ટૂંકાવે છે. તો ઘણા પરણિત લોકો પારિવારિક ક્લેશના કારણે જીવન ટૂંકાવી દેવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે હાલ એક ઘટના ઊંઝામાંથી સામે આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉંઝાના વણાગલા ગામની યુવતીએ બહુચરાજીના આશોલ કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો છે. હવે આ કેસમાં ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી છે. યુવતીએ આપઘાત કરતા પહેલા તેના મોબાઈલની અંદર એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેને આપઘાત કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

વીડિયો દ્વારા જાણવા મળી રહ્યું છે કે મૃતક જ્યોત્સનાબેને શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટી અને સમર્પણ ક્રેડિટ સોસાયટીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ તેના દ્વારા રોકાણ કરેલા નાણાં પાછા ના મળવાના કારણે તેને મોતને વહાલું કરી લીધું હતું. બહુચરાજી પોલીસે ક્રેડિટ સોસાયટીના ચેરમેન સહિત ત્રણ લોકો સામે ફરીયાદ નોંધી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર જ્યોત્સનાબેન ચૌધરીના માણસા તાલુકાના ગુનમા ગામે લગ્ન થયા હતા. જ્યોત્સનાબેન ચૌધરી મહેસાણાના ધરતી બંગલોઝમાં રહીને 5 વર્ષ પહેલાં શુભલક્ષ્મી કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતા હતા.શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી બંધ થતાં સમર્પણ કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી.

જ્યોત્સનાબેન તા.17-4-2020 થી તા.1-12-2020 સુધી રૂપિયા 66,19,000નુ રોકાણ કર્યુ હોવાના તેમજ કંપનીની બેઠકના ફોટા પણ મળી આવ્યા છે. સોસાયટીના રોકેલા પૈસા પરત નહી મળતાં જ્યોત્સનાબેને કીર્તિ ચૌધરી અને પ્રદિપ ચૌધરી પાસે અનેક વખત માગણી કરવા છતાં તેમને પૈસા પરત ના આપવાના કારણે ગત 9 જુલાઈના રોજ કેનાલમાં પાડીને આપઘાત કરી લીધો હતો. હવે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

Niraj Patel