મહેસાણા નગ્ન હાલતમાં મળેલી યુવતીને હત્યારાએ પહેલા ગળું દબાવ્યુ અને પછી કરોડરજ્જુ તોડી…આટલાથી પણ સંતોષ ન મળતા….

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર કોઇની પ્રેમ સંબંધમાં કોઇની અવૈદ્ય સંબંધમાં તો કોઇની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. કેટલીકવાર યુવતિઓ, મહિલાઓ કે પછી સગીરાઓ દુષ્કર્મ બાદ હત્યા કરવાના મામલા પણ સામે આવે છે. ત્યારે હાલમાં મહેસાણાના (Mehsana) વિસનગરના બાસણા પાસેથી એક યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે અમદાવાદ ખાતે મોકલી આપ્યો હતો.

ત્યારે હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવી ગયો છે અને યુવતિની મોત અંગે રીપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલલાસા પણ થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની હત્યા ક્રૂરતાપૂર્વક કરાઈ હોવાનો ખુલાસો થયો છે. હત્યારાએ યુવતીનું દુપટ્ટાથી ગળુ દબાવ્યુ, કરોડરજ્જૂ તોડી અને આટલાથી સંતોષ ન મળ્યો તો તેણે માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને તેની હત્યા કરી. જો કે ફોરેન્સિક રિપોર્ટમાં હજુ સુધી એ નથી જણાયુ કે યુવતિ પર દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે કે નહિ.

હાલ તબીબોએ વિશેરા મેળવીને દુષ્કર્મ અંગે ફોરેન્સિક રીતે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, યુવતિના મોત બાદ પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પોલીસ પણ આ કેસમાં અત્યાર સુધી 10 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરી ચૂકી છે, પણ હજુ સુધી પોલિસ આરોપીઓ સુધી પહોંચી નથી શકી. જે શંકાસ્પદોની અત્યારસુધી પૂછપરછ કરાઈ છે તેમાં એક રિક્ષાચાલક પણ છે. મૃતક યુવતી માનવ આશ્રમ ચોકડીથી તેની રિક્ષામાં બેસી હતી અને દેલા નજીકથી એક અજાણ્યો શખ્સ પણ રિક્ષામાં બેઠો હતો.

જો કે, રીક્ષાચાલક બંનેને ગઢા ગામના પાટીયે ઉતારીને મહેસાણા પરત ફર્યો હતો. પોલીસ અનુસાર, આ કેસમાં બે-ત્રણ બાબતો છે. કોઈની સાથે મનદુઃખ થયું હોય, અથવા તો અણબનાવ કે પછી અજાણી વ્યક્તિએ એકલતાનો લાભ લીધો હોય તેમજ જબરદસ્તી કરી હોય એવું બની શકે છે. ત્યારે આ પાસા પર પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, હત્યારાએ દુપટ્ટાથી યુવતીનું ગળું દબાવ્યુ હતુ. રીપોર્ટમાં કરોડરજ્જુ અને ગળાના જોઈન્ટમાં ઘણી ક્રેક્ર પણ હોવાનું સામે આવ્યુ.

આ સાથે શરીર પર ઇજાના નિશાનો અને માથાના ભાગે પણ ઇજાના નિશાનો હતા. આ ઉપરાંત યુવતીનો મૃતદેહ પણ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના કપડાં અને બેગ મૃતદેહથી 500 મીટર દૂર મળ્યાં હતા. આને લઇને જ હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. 23 વર્ષિય યુવતિ વિસનગરના એક ગામની રહેવાસી હતી અને તે મહેસાણામાં આવેલા એક મોલમાં નોકરી કરતી હતી. તે છેલ્લા બે દિવસથી ગુમ હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.

Shah Jina