ખબર

દૂધ સાગર ડેરીના ડિરેક્ટરને ભરખી ગયો કોરોના બાદ આવેલી આ મહાભયંકર બિમારી, જાણો વિગત

ગુજરાતમાં કોરોના બાદ વાવાઝોડાએ પણ તબાહી મચાવી દીધી છે. તો રાજ્યમાં કોરોનાથી સાજા થઇ રહેલા લોકોમાં હવે એક નવી બીમારી પણ જોવા મળી રહી છે. મ્યુકરમાઈકોસિસ નામની આ બીમારી પણ ખુબ જ ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે આ બીમારીએ દૂધ સાગર ડેરીના ડિરેક્ટર માનસિંહ ચૌધરીનો પણ જીવ લઇ લીધો છે.

માનસિંહ ચૌધરી 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા હતા અને તેમને કોરોનાને હરાવ્યો પણ હતો પરંતુ ત્યારબાદ તે મ્યુકરમાઇકોસિસનો ભીગ બન્યા હતા. ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમની સ્વરર પણ ચાલી રહી હતી. મ્યુકરમાઇકોસિસની સારવાર છેલ્લા 10 દિવસથી ચાલી રહી હતી અને સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું હતું.

રાજ્યમાં કોરોનાથી સાજા થઇ રહેલા લોકોમાં હવે મ્યુકરમાઇકોસિસની બીમારી જોવા મળી રહી છે. રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના કેસોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ત્યારે તંત્ર માટે પણ આ ચિંતાનો વિષય બની રહ્યો છે.