અજબગજબ જાણવા જેવું

આપણા દેશમાં આવેલા 500 વર્ષ જૂના આ કિલ્લા ઉપરથી દેખાય છે પાકિસ્તાન, આજે પણ છુપાયેલા છે ઘણા રહસ્યો

આપણા દેશમાં ફરવા લાયક ઘણી જગ્યાઓ છે અને એમાં પણ પ્રાચીન જગ્યાઓ પણ આપણા દેશમાં ઘણી આવેલી છે જેના કારણે માત્ર આપણા દેશના લોકો જ નહિ વિદેશીઓ પણ ફરવા માટે આવતા હોય છે. આપણા દેશમાં રાજા રજવાડાઓ વસવાટ કરતા હતા અને તેમને આપણા દેશમાં ઘણા કિલ્લાઓ બનાવ્યા છે, જેનો વૈભવ જોવા આજે પણ ઘણા લોકો જતા હોય છે, કિલ્લાઓના બાંધકામથી લઈને તેની વૈભવતા અને કોતરણી પણ આપણને હંમેશા આકર્સથી હોય છે.

Image Source

રાજસ્થાનમાં આવા ઘણા જ કિલ્લાઓ આવેલા છે, જેમાં એક છે જોધપુરનો મહેરાનગઢ કિલ્લો, આ કિલ્લાની ઊંચાઈ 120 મિત્ર છે જે એક પહાડી ઉપર બનેલો છે. આ કિલ્લાની ઊંચાઈ દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઊંચી છે. અને આ કિલ્લામાં આજે પણ ઘણા રહસ્યો છુપાયેલા છે.

Image Source

કિલ્લાના પરિસરમાં સતી માતાનું મંદિર આવેલું છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં રહેલા સતી માતા કિલ્લાનું તેમજ સમગ્ર શહેરનું રક્ષણ કરે છે.1965માં જયારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે આ કિલ્લાને નિશાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ એવું પણ કહેવાય છે કે કિલ્લામાં બિરાજતા માતાજીના કારણે અહીંયા કોઈનો વાળ પણ વાંકો થયો નહોતો.

Image Source

આ કિલ્લાની બીજી એક ખાસ વાત એ પણ છે કે કિલ્લાની ટોચ ઉપરથી પાકિસ્તનની સીમા પણ દેખાય છે.  આ કિલ્લાની અંદર 7 દરવાજા આવેલા છે.

Image Source

આ કિલ્લાને હાલમાં સંગ્રહાલય તરીકે ફેરવી દેવામાં આવ્યો છે, જેના કારણે પર્યટકો આ સ્થળની મુલાકાત લઈ શકે છે. આ કિલ્લામાં શાહી પાલખીઓનો એક મોટો સંગ્રહ છે. આ કિલ્લાની અંદર ઘણા ભવ્ય મહેલ, અદભુત નક્કાશીદાર દરવાજા અને જાળીદાર બારીઓ પણ છે, જોધપુરના સાશક રાવ જોધાએ વર્ષ 1459માં આ કિલ્લાને બનાવવાની શરૂઆત કરી હતી. એ હિસાબથી જોઈએ તો આ કિલ્લો 500 વર્ષ કરતા પણ જૂનો છે.

Image Source

આ કિલ્લાની એક ખાસ વાત એ પણ છે કે બોલીવુડના સ્ટાર્સને તો આ કિલ્લો ખુબ જ પસંદ આવે છે પરંતુ હોલીવુડના સ્ટાર્સને પણ આ કિલ્લો મનમોહે છે. હોલીવુડની અભિનેત્રી લીજ હર્લેએ પણ વર્ષ 2007માં આ કિલ્લામાં જ લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.