હિનાનો સ્વભાવ ખૂબ સારો હતો અને ભોળી હતી પણ….હિનાનો એક્સ પતિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને જુઓ શું ખુલાસો કર્યો

હાલ તો રાજયમાં એક કેસે જબરદસ્ત ચકચાર જગાવી મૂકી છે. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા આગળ નિરાધાર બાળક નામના બાળકને ત્યજી દેનાર તેના પિતાએ તેની માતા મહેંદી ઉર્ફે હિનાની હત્યા કરી દીધી હતી. આ કેસમાં ઘણા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હાલ તો આ કેસ સામે આવ્યા બાદ મહેંદી એટલે કે હિનાનો પૂર્વ પતિ આદિલ પણ ચર્ચામાં છે. આદિલ અને હિનાના લગ્ન વર્ષ 2014માં થયા હતા અને તેઓ 3.5 વર્ષ સુધી સાથે રહ્યા હતા. પરંતુ તે બાદ હિના તેની માસીના સંપર્કમાં આવી અને તેમના દીકરા સાથે પ્રેમ સંબંધમાં પડી ગઇ અને તેની સાથે જતી રહી.

આદિલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, હિનાનો સ્વભાવ ઘણો સારો હતો અને તે ભોળી પણ હતી. એટલા માટે તે કોઇની પણ વાતોમાં આવી જતી હતી. મહેંદી અને આદિલ બંને વર્ષ 2017માં અલગ થઇ ગયા હતા. છૂટાછેડા થયાને લગભગ 4 વર્ષ ઉપર થઇ ગયુ છે, પરંતુ હિનાની મોતની  ખબર સામે આવતા  જ આદિલ પરેશાન થઇ ગયો છે. આદિલ હિનાને યાદ કરતા ભાવુક પણ થઇ ગયો હતો.

સચિને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, હિના આઝાદ સ્વભાવની હતી. મહેંદી સાથે ડિવોર્સ માટે 2 વર્ષ નીકળી ગયા હતા. તેણે કહ્યુ હતુ કે, મેં હજી સુધી લગ્ન કર્યા નથી. બીજી બાજુ  જોઇએ તો, હિનાના પિતાએ કહ્યુ હતુ  કે, તેમના તેમની પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા હતા અને તે બાદ તે લોકો હિનાને લઇ ગયા હતા. જેને કારણે 4 વર્ષથી તેમને હિના સાથે કોઇ સંપર્ક હતો નહિ. તે તેની માસીના ત્યાં રહેતી હતી. તેમણે કહ્યુ કે, આ ઘટના ખૂબ જ દુખદ છે અને જે બાળક નિરાધાર બન્યુ છે તેનો કબજો કોઇ સારા વ્યક્તિને આપવામાં આવે. તેમણે સરકારને વિનંતી કરી હતી કે તેમની દીકરી એટલે કે હિનાના દીકરાનો કબ્જો એ લોકોના સગા-સંબંધીને ન આપવામાં આવે,

ઉલ્લેખનીય છે કે, હિનાના લગ્ન વર્ષ 2014માં અમદાવાદના જુહાપુરામાં આદિલ સાથે થયા હતા. તે લગ્નના 3.5 વર્ષ બાદ ગુમ થઇ ગઇ હતી  અને તે  બાદ તેના પતિ આદિલે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ  તેને ખબર પડી હતી કે તેને તેની માસીના દીકરા સાથે પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથએ જતી રહી હતી. આ બાદ તેણે હિના સાથે છૂટાછેડા લીધા હતા.

Shah Jina