કહેવામાં આવે છે કે, પોલીસે ખૂંખાર આરોપીને પોતાનો ગુન્હો કબૂલવા માટે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ભૂત, પ્રેત અથવા ખરાબ આત્માને થર્ડ ડિગ્રી આપવામાં આવે તે ક્યારે પણ સાંભળ્યું છે. ભારતના એક સ્થળ પર ભૂત ઉપર પણ થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે છે.

રાજસ્થાનના દૌસા જિલ્લામાં મેંહંદીપૂર નામનું એક પાવન સ્થાન છે. અહીં હનુમાનજી તેના બાળ સ્વરુપમાં બિરાજમાન છે. મેંહંદીપૂર બાલાજીમાં હનુમાનજીના પ્રધાન દેવ અને શ્રી ભૈરવ દાદા અને શ્રી પ્રેતરાજ સરકાર બાલાજી મહારાજના સહાયક દેવ છે. બાલાજીના દરબારની જ શ્રી રામ અને માતા સીતાજીનું એક ભવ્ય મંદિર છે, માનવામાં આવે છે કે, બાલાજી મહારાજ સદૈવ પ્રભુ શ્રી રામ અને માતા સીતાના દર્શન કરતા રહે છે.
જયારે પણ લોકો હારી જાય છે ત્યારે મેંહંદીપુરમાં બાલાજીના શરણમાં આવે છે. ભૂત-પ્રેતથી પીડિત વ્યક્તિ અહીં આવતા જ ઠીક થઇ જાય છે. હનુમાન ચાલીસામાં પણ આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભૂત-પ્રેત નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાએ. જ્યાં હનુમાનજી હોય છે ત્યાં ભૂતપ્રેત નથી આવતા. મેંહંદીપુરમાં બાલાજીના દર્શન કરતા જ બધી તક્લીફ દૂર થઇ જાય છે.

લોકોનું માનવું છે કે, મેંહંદીપુરમાં એવા જ લોકોએ જવું જોઈએ કે ભૂત-પ્રેતથી પીડિત છે. પરંતુ એવું નથી. મેંહંદીપુરમાં કોઈ પણ આવીને બાલાજીના દર્શન કરી શકે છે. અહીં ભૂત-પ્રેતથી છુટકારો મેળવી શકાય છે. આ સાથે જ બધી તકલીફ દૂર થાય છે. એવું ના વિચારવું જોઈએ કે ભૂત-પ્રેતથી પીડિત વ્યક્તિ જ અહીં જ કોઈ પણ વ્યક્તિ બાલાજી મહારાજના પવિત્ર ધામમાં આવીને બાલાજીને પ્રાર્થના કરી શકે છે.

મેંહંદીપુરમાં બાલાજીમાં આપ બાલાજી ભગવાનને કોઇ પણ કાર્ય માટે અરજી અને દરખાસ્ત કરી શકો છો. અહીં બધા જ વ્યક્તિની અરજી સાંભળવામાં આવે છે. અહીંના દરબારનો ચમત્કાર જ એવો છે અહીં આવનારા બધા લોકોંની મનોકામના પૂર્ણ થાય છે. અહીં મંદિરમાં ભૂત-પ્રેતથી પીડિત લોકો અજીબ-ગરીબ હરકત કરે છે, મંદિર પરિસરમાં દિવસ-રાત બાલાજીનો જય-જયકાર કરતા લોકોનો ઈલાજ કરતા નજરે ચડે છે.

અહીં મંદિરમાં બજરંગ બાલીની બાલરૂપની સ્વયંભુ મૂર્તિ છે. આ મર્તિમાં એક બેહદ સૂક્ષ્મ કાણું છે. જેમાંથી પવિત્ર જળની ધારા નિરંતર વહે છે. આ પવિત્ર જળને ભક્તજન ચરણામૃત સ્વરૂપે લઇ જાય છે.

અહીંનું આખું દ્રશ્ય હતપ્રદ કરનારું હોય છે કારણકે પીડિત લોકોને થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરતા લોકો રહેમ કરવાની ભીખ માંગતા હોય છે. ઘણા લોકો મંદિરમાં આવીને બેહોશ થઇ જાય છે.