મિત્રો મેગી એક એવી વાનગી છે જે દરેક ને ભાવે છે. અને સરળ પણ છે બનાંવવામાં. આજે હું આપના સાથે શેર કરવા જઇ રહી છુ મેગી નાં પકોડા ની એકદમ ઈઝી રેસિપિ. જે બાળકોને પણ ભાવશે.
સામગ્રી
- મેગી – એક પેકેટ
- ચણાંનો લોટ – ૧૫૦ ગ્રામ
- ચોખાનો લોટ – ૧૦૦ ગ્રામ
- ડુંગળી – એક નંગ
- ટામેટા -એક નંગ
- હળદર – સ્વાદાનુસાર
- મીઠું – સ્વાદાનુસાર
- મરચુ – સ્વાદાનુસાર
- ધાણાજીરુ – સ્વાદાનુસાર
- ગરમ મસાલો – સ્વાદાનુસાર
- લીંબુ નો રસ – જરૂર મુજબ
- તેલ – તળવા માટે
- લીલા મરચા – ૨ નંગ
સૌ પ્રથમ એક કડાઇ માં થોડુ તેલ ઉમેરો. તે ગરમ થાય એટલે એમાં બારીક સમારેલી ડુંગળી નાંખો. એને સાંતળો. ત્યારબાદ તે થોડી બ્રાઉન થાય એટલે એમાં બારીક સમારેલા ટામેટા નાંખો. બંન્ને ને સાંતળો. હવે એમાં મેગીનો મસાલો નાંખો. અને એકદમ થોડુ જ પાણી ઉમેરો. થોડુ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં મેગી નાંખી પાણી નાંખો. ઉકાળી ને તમારી મેગી રેડી થઈ જશે. પણ ધ્યાન રાખવુ કે મેગી એકરમ કોરી બને. રસો ન રાખવો.
હવે એક બાઉલમાં ચણાંનો લોટ લ્યો. તેમાં ચોખાનો લોટ ઉમેરો. તેમાં હળદર, ધાણાજીરૂ, મીઠું, મેરચુ, ગરમ મસાલો, લીલા મરચા ઉમેરો. ત્યારબાદ એમાં મેગી ઉમેરો. લીંબુ નો રસ ઉમેરો. ( લીંબુનો રસ અપવાદ છે જો તમને ખાટુ ન સદે તો અવોઈડ કરવુ ) ત્યારવાદ તેને બરોબર હલાવી થોડુ પાણી ઉમેરી ઘટ્ટ મિશ્રણ બનાંવો.
કડાઈ માં તેલ ઉમેરી ગરમ થવા દો. ત્યારબાદ એમાં પકોડા તળી લો. તમે ટમેટો સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
તો તૈયાર છે એકરમ ઈઝી સ્વાદિષ્ટ મેગીનાં પકોડા. તો આજે જ તમારા બાળકોને ખવડાવો અા પકોડા અને જરૂર લાગે તો તમે વધારાની શાકભાજી પણ ઉમેરી શકો.
Author: બંસરી પંડયા GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ