ખબર

હે ભગવાન, USમાં મોટેલનો ધંધો કરતા ગુજરાતી દંપતીની ઘાતક હત્યા, થયો ચોંકાવનારો ખુલાસો

ઘણીવાર વિદેશમાં ગુજરાતીયો કે ભારતીયોના હત્યાના મામલા સામે આવે છે. છેલ્લા ઘણા સમયથી તો અમેરિકા અને કેનેડામાં ગોળીબારી અને હત્યાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ઘણા ગુજરાતી-ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર વિદેશમાંથી અરવલ્લીના મેઘરજના દંપતીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે.

ગત 6 જાન્યુઆરીના રોજ અમેરિકામાં અરવલ્લીના મેઘરજના વેપારી દંપતીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ દંપતી અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલ હતા. તેમની હત્યા બાદથી ગુજરાતી સમુદાયમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મેઘરજના શેઠ રજનીકાંત અને પત્ની નિરીક્ષાબેનની હત્યા અમેરિકામાં થઈ હતી અને હત્યા બાદ મેઘરજ ખાતે આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.

જે બાદ મેઘરજમાં ભારે દુઃખની લાગણી ફેલાઇ ગઇ હતી. ત્યારે આ હત્યા અંગત અદાવતમાં કરી હોવાનું સામે આવ્યુ. જો કે, આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. મૃતક રજનીકાંત શેઠ પાછલા મહિને જ ભારત આવીને અમેરિકા પરત ફર્યા હતા અને તેમનો પહેલા મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો સાથે કોઈ બાબતે ખટરાગ થયો હતો તેવી વિગત સામે આવી છે.

ત્યારે જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યુ છે. એવું પણ સામે આવ્યુ છે કે, સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવી પડી હતી અને તેમ છતાં અદાવત રાખી દંપતીની હત્યા કરવામાં આવી.