સાઉથના અભિનેતા ચિરંજીવી સરજાનું 4 મહિના પહેલા જ હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તે સમયે તેમની પત્ની મેઘના રાજ પણ ગર્ભવતી હતી. પતિના અચાનક મૃત્યુના કારણે મેઘનાની દુનિયા બદલાઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ તે પોતાના બાળકના આવવાની રાહ જોઈ રહી હતી. અને હવે તેની આ રાહ જોવી પૂર્ણ થઇ અને તેને એક દીકરાને જન્મ પણ આપી દીધો છે.

બાળકના જન્મથી મેઘના અને ચિરંજીવીનો પરિવાર પણ ખુબ જ ખુશ છે. સાથે જ તેમના ચાહકો પણ ખુશ દેખાઈ રહ્યા છે. મેઘનાના દીકરાની તસ્વીર હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે. ચાહકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે “જુનિયર ચિરંજીવીનો જન્મ થયો”

વાયરલ થઇ રહેલી તસ્વીરની અંદર ચિરંજીવીના મોટા ભાઈ ધ્રુવ સરજા પોતાના ખોળાની અંદર બાળકને લઈને જોવા મળી રહ્યા છે. આ સાથે જ ચિરંજીવીની તસ્વીરની સાથે પણ દીકરાની તસ્વીર ખેંચવામાં આવી છે.
Actress @meghanasraj and late actor @chirusarja blessed with a boy baby#ChiranjeeviSarja #MeghanaRaj #DhruvaSarja #Sandalwood pic.twitter.com/M4Y2fPwRSh
— Actor Kayal Devaraj (@kayaldevaraj) October 22, 2020
આ પ્રસંગે બધા જ ચિરંજીવી સરજાને મિસ કરી રહ્યા છે. આ બાળકનો જન્મ 22 ઓક્ટોમ્બરના રોજ બેગ્લોરનાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં થયો હતો.
View this post on Instagram
ચિરંજીવીના મોટાભાઈ ધ્રુવ સરજાએ બે દિવસ પહેલા જ ભત્રીજા માટે 10 લાખ રૂપિયાનું ચાંદીનું ઘોડિયું ખરીદ્યું હતું.
View this post on Instagram