ખબર

રાજયમાં આ તારીખ બાદ થશે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા શહેરોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક શહેરોમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. અને ઘણા શહેરોમાં તો વરસાદ આવી પણ નથી રહ્યો, ત્યારે છેલ્લા ઘણા દિવસથી રાજયમાં ઘણી જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે અને વરસાદ પણ હળવો કે મધ્યમ વરસી રહ્યો છે, હવે આગામી દિવસમાં વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

વીટીવી ન્યુઝ અનુસાર, અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ચોમાસું જામી શકે છે. જ્યારે 14 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદ વરસી શકે છે. 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અનેક પંથકમાં સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જગ્યાએ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા સારા વરસાદના એંધાણ છે. તેમજ ખેડૂતોને લાભ થશે તેવું પણ જણાવવામાં આવ્યુ છે.