મનોરંજન

અભિનેતા ચિરંજીવીના નિધનના ચાર મહિના પછી પત્નીએ આપ્યો દીકરાને જન્મ, ખુબ વાયરલ થઇ રહી છે પહેલી તસ્વીર

કન્નડ ફિલ્મોના દિવંગત અભિનેતા ચિરંજવી સરજાની પત્ની મેઘના રાજએ ગઈ કાલે બેંગ્લોરની હોસ્પિટલમાં ક્યૂટ દીકરાને જન્મ આપ્યો છે. ગુરુવારના રોજ ચિરંજીવીના ભાઈ અને અભિનેતા ધ્રુવ સરજાએ ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરી છે.

Image Source

તસ્વીર શેર કરતા તેણે લખ્યું હતું કે,”દીકરો આવ્યો છે, જય હનુમાન.” ચિરંજીવીનું નિધન ગત જૂન મહિનામાં હાર્ટ અટૈક આવવાને લીધે થયું હતું.

તે સમયે તેની પત્ની મેઘના ગર્ભવતી હતી. અચાનક પતિના નિધનથી મેઘના ખુબ જ તૂટી ગઈ હતી એવામાં દીકરાનો જન્મ થતા તેને ફરીથી નવું જીવન જીવવાની આશા મળી છે. ચિરંજીવીના નવજાત દીકરાની તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે.

Image Source

દીકરાના જન્મથી પરિવાર અને ચાહકો ખુબ ખુશ થયા છે. એક તસ્વીરમાં ધ્રુવ સરજાએ મોટાભાઈના દીકરાને હાથમાં ઊંચકી રાખ્યો છે અને લખ્યું કે,”કેટલો પ્રેમાળ છે, તે ચિરંજીવીની યાદ અપાવે છે”. જયારે બીજી એક તસ્વીરમાં ચિરંજીવીની તસ્વીરની પાસે દીકરાને લઇ જઈને તસ્વીર લીધેલી છે.

Image Source

ધ્રુવની પત્ની પ્રેરણા શંકરે પણ આ ખુશખબર દર્શકોને જણાવી છે, અને લખ્યું કે,”મેઘના અને અને ચીરુંને દીકરો આવ્યો છે. તમારા દરેકની દુવાઓ અને સમર્થન માટે તમારો આભાર”.

Image Source

મેઘના પણ એક સફ્રળ અભિનેત્રી છે, બંન્નેએ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. ચિરંજીવીના નિધન વખતે મેઘના પાંચ મહિનાથી ગર્ભવતી હતી એન ભાવુક પોસ્ટ લખતા કહ્યું કે,”ચિરંજીવીના નિધનથી તે ખુબ જ દુઃખી છે અને પોતાના બાળકના રૂપમાં તે તેને ફરીથી મેળવવાની રાહ જોઈ રહી છે”.

Image Source

અમુક સમય પહેલા મેઘનાના ઘરે બેબી શાવરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિરંજીવીનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હતું અને તેની સાથે પરિવારે પોઝ આપ્યા હતા. જણાવી દઈએ કે ધ્રુવ સરજાએ પોતાના ભાઈના દીકરા માટે 10 લાખ રૂપિયાનું ચાંદીનું પારણું ભેટ સ્વરૂપે આપ્યું છે.