ખરાબ સમાચાર: પહેલા પતિ મરી ગયો, હવે દીકરો અને પત્ની પણ કોરોનામાં…..જાણો વિગત
વર્ષ 2020 પૂરું થવાના આરે છે પરંતુ કોરોનાનો કહેર ઓછું થવાનું નામ જ નથી લેતો. આ વર્ષની શરૂઆમાં કોરોનાએ પગ પેસારો કરવાનું ચાલુ કર્યું હતું. કોરોનાથી અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ જઈ ચુક્યા છે. ખબર આવી રહી છે કે, કન્નડ ફિલ્મના દિવંગત એકટર ચિરંજીવી સર્જાની પત્ની મૅઘના રાજ અને તેના દીકરાને કોરોના પોઝિટિવ આવ્યો છે. મેઘના રાજે સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે. આ સાથે જ તેના માતા-પિતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
View this post on Instagram
મેઘના સુરજાએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, બધાને હેલો…મારા પિતા, માતા, હું અને મારો નાનો દીકરો કોરોનાની ઝપેટે આવી ચુક્યા છીએ. જે લોકો ગત અઠવાડિયે અમારા સંપર્કમાં આવ્યા હોય તે ટેસ્ટ કરાવી લે. હું ચીરુંના ફેન્સને જણાવવા માંગુ છું કે ચિંતાની કોઈ વાત નથી. અમે અમારું ધ્યાન સારી રીતે રાખી રહ્યા છીએ. જુનિયર સી(ચિરંજીવી) હજુ ઠીક છે. અમે એક પરિવારની જેમ લડીશું અને જીતીશું.
View this post on Instagram
ચિરંજીવી સર્જાએનું આ વર્ષ 7 જુનના રોજ નિધન થયું હતું. તેને બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં 39 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. જયારે ચિરંજીવીનું નિધન થયું ત્યારે તેની પત્ની મેઘના રાજ ત્રણ મહિનાની ગર્ભવતી હતી. મેઘનાએ 22 ઓક્ટોબરના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. ચિરંજીવી અને મેઘનાના લગ્ન 2018માં ખ્રિસ્તી રીતરિવાજ મુજબ થયા હતા. આ બાદ પારંપરિક હિન્દૂ લગ્ન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram