ગુજરાતી 26 વર્ષના હાર્દિક શાહે લિવ ઇનમાં રહેતી 36 વર્ષની મેઘાની હત્યા કરી એવી જગ્યાએ લાશ છુપાવી કે મગજ ચકરાઈ જશે

લિવ ઈનના હલકા ક્લચરનો ભયાનક કિસ્સો: મારો દીકરો હાર્દિક શાહ લાયક નથી એવું ખૂબ સમજાવી મેઘાને, પણ…લાશ એવી જગ્યાએ છુપાવી કે મગજ ફરી જશે, જાણો અંદરની વિગત

દિલ્લીના શ્રદ્ધા વાલકર હત્યાકાંડે ઘણી ચકચારી જગાવી હતી. આ મામલો શાંત નહોતો પડ્યો ત્યાં નિક્કી યાદવ હત્યાકાંડ સામે આવ્યો. આ મામલો હાલ ચાલી રહ્યો છે અને રોજ રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે ત્યાં હવે વધુ એક હત્યાકાંડ સામે આવ્યો છે. 27 વર્ષિય હાર્દિક શાહ નામના યુવકે તેની લિવ ઇન પાર્ટનર મેઘા થોરવીની હત્યા કરી દીધી. હાર્દિક અને મેઘા બંને એકસાથે માલાસોપારાના વિજયનગરમાં ભાડાના એક ફ્લેટમાં રહેતા હતા. જાણકારી અનુસાર, હાર્દિક શાહ તુલિંજ પોલિસ સ્ટેશનમાં રીપોર્ટ પણ ફાઇલ કરાવવા ગયો હતો કે તેણે તેની લિવ ઇન પાર્ટનરની હત્યા કરી દીધી અને તેની લાશને નાલાસોપારાના ભાડાના મકાનમાં બેડમાં છુપાવી દીધી હતી.

પોલિસ અનુસાર, હાર્દિકે લગભગ બે કલાક પોલિસ સ્ટેશનના આસપાસ વીતાવ્યા પણ તે ગુનો કબૂલ કરવાની હિંમત ન કરી શક્યો અને આખરે શહેર છોડી ભાગી ગયો. જો કે, પોલિસે આરોપીની મંગળવારે ધરપકડ કરી હતી અને તેને મુંબઇ લઇ આવી હતી. હાર્દિક શાહ તેની લિવ પાર્ટનર મેઘા થોરવી સાથે નાલાસોપારામાં સીતા સદન સોસાયટીમાં રહેતો હતો. બંનેએ કથિત રીતે પોતાના રિયલ એસ્ટેટ એજન્ટ, મકાન માલિક અને અન્ય પાડોશીને જણાવ્યુ હતુ કે તેઓ પરણિત છે. હાલ તો પોલિસ એ જાણવામાં લાગેલી છે કે હાર્દિકે મેઘાની હત્યા ક્યારે કરી હતી.

જાણકારી અનુસાર, પોલિસને સોમવારે આ ઘટનાની જાણ થઇ હતી, આરોપી ફ્લેટ છોડી ભાગી ચૂક્યો હતો. જે બાદ તેની મંગળવારે ધરપકડ કરવામાં આવી. મીડિયા અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવે છે કે આરોપીએ પોતે કર્ણાટકમાં રહેતી મેઘાની કાકીને મેસેજ કર્યો અને જણાવ્યુ કે તેણે મેઘાની હત્યા કરી દીધી છે અને લાશને બેડની અંદર છુપાવી છે. તેણે એ પણ દાવો કર્યો હતો કે તે પોતે પણ આત્મહત્યા કરવાનો છે. મેસેજ વાંચી મૃતકની કાકીના પગ નીચેથી તો જમીન જ સરકી ગઇ અને તેમણે તાત્કાલિક જાણકારી ફ્લેટ એજન્ટને આપી, જેણે પોલિસને આ ઘટના વિશે ખબર આપી.

પ્રતિકાત્મક તસવીર

સૂચના મળતા જ પોલિસ ફ્લેટ પર પહોંચી અને તપાસ શરૂ કરી તો આ દરમિયાન બેડની અંદરથી યુવતિની લાશ મળી. તે બાદ લાશને પીએમ માટે મોકલવામાં આવી અને રીપોર્ટમાં સામે આવ્યુ કે યુવતિની હત્યા ગળુ દબાવી કરવામાં આવી હતી. જો કે, આ મામલે કેટલાક મીડિયા રીપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે, આરોપીએ મેઘાની હત્યા બાદ તેની બહેનને મેસેજ કર્યો હતો અને લખ્યુ કે મેઘા સાથે હવે વાત નહિ થઇ શકે કારણ કે મેઘાએ તેનું જીવન નરક બનાવ્યુ હતુ અને આ માટે તેણે તેની હત્યા કરી દીધી. તેણે આગળ એ પણ લખ્યુ હતુ કે લાશ જોઇએ તો એડ્રેસ મોકલુ છુ અને હા હવે હું પણ જીવવા નથી માગતો.

પ્રતિકાત્મક તસવીર

પોલિસ પકડે એ પહેલા હું જીવ આપવા જઇ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, મિડ ડેના રીપોર્ટ અનુસાર, સીતા સદન બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓ અનુસાર, તેમને ફ્લેટમાંથી દુર્ગંધ આવી અને જેને લઇ તેઓએ પોલીસને જાણ કરી. હાર્દિક અને મેઘા થોડા દિવસ પહેલાં રહેવા આવ્યા હોવાથી તેમને તેઓ વધુ ઓળખતા નહોતા પણ બંનેની વચ્ચે વારંવાર બોલાચાલી થતી રહેવાનું પાડોશીઓએ જણાવ્યુ હતુ. તેઓએ મેઘાને સાવચેત કરી હતી કે હાર્દિક તેના લાયક નથી. જો કે, ભાયંદર બાવન જિનાલય પાસેના વિસ્તારમાં રહેતી હાર્દિકની મમ્મીએ મિડ ડેને જણાવ્યું કે હાર્દિકને આઠમા ધોરણથી જ ખરાબ સંગત મળી અને તેને સુધારવાની ઘણી કોશિશ કરવા છત્તાં તે દિવસેને દિવસે વધુ બગડવા લાગ્યો અને દસમા ધોરણમાં નાપાસ થયો.

નિક્કી યાદવ

જો કે, તેણે તેના માતા-પિતા હોવા છતાં પણ તેમના પર હાથ ઉપાડતો હતો અને એક વખત તો પિતાનો હાથ તોડી નાખતાં તેમને હૉસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા હતા. તેમણે આગળ કહ્યુ કે, જે તેના જ માતા-પિતા પર જ હાથ ઉપાડે તો તે બીજી મહિલાને શું સાચવવાનો. હાર્દિક મેઘાને એક વખત મળવા લઈને આવ્યો ત્યારે મેઘાએ અમને ખૂબ કહ્યું કે અમારાં લગ્ન કરાવી આપો. ત્યારે મેં તેને ખૂબ સમજાવી કે તું ભણેલી છે અને સારું કમાય છે તો શું કામ તું આની સાથે તારું જીવન ખરાબ કરે છે, તે તારા લાયક નથી. પણ તે સમજી નહિ. તે નાની મોટી ચોરી કરતો, હાથ ઉપાડતો આવી હરકતોથી તેના માતા-પિતા કંટાળી ગયા હચા અને તેને પાંચ-સાત વર્ષ પહેલાં જ ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

શ્રદ્ધા વાલકર

તેમણે એવું પણ કહ્યુ કે, લોકડાઉનમાં કોરોનાને કારણે તેને રહેવાની વ્યવસ્થા ન થતા તે વારંવાર ફોન કરી ઘરે રહેવા દો, બહાર રહેવાય એવું નથી એવું કહેતો અને તેમણે હાર્દિકને દયા ખાઈ ઘરમાં રાખ્યો પણ હતો. પરંતુ તે પંદરેક દિવસ રહ્યો અને ઘરમાંથી 30-40 લાખ રૂપિયાના સ્ટોન્સ ગાયબ થઈ ગયા. જો કે, એ સમયે ઘરમાં રિનોવેશન ચાલતુ હોવાથી પહેલા તો તેના પર શંકા ન ગઈ પણ તે ઘરે મોડો આવવા લાગ્યો અને હોટેલમાં રહેવા લાગ્યો ત્યારે અંદાજ આવ્યો કે તેણે જ ચોરી કરી છે.

Shah Jina