ખબર

તમે જાણો છો ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર કેટલો મોટો છે? 3 પત્ની, 5 બાળકો અને 8 પૌત્ર-પૌત્રી કેવી રીતે રહે છે?

ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસના ભારત પ્રવાસે છે, તેમના સ્વાગત માટેની તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે ભારતમાં અમદાવાદ ખાતે ઉતર્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મેલાનિયા અને દીકરી ઇવાંકા પણ જોવા મળી હતી. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ઇવાંકાની માતા મેલાનિયા નથી. ડોનાલ્ડ ટ્રમ્પના આ ત્રીજા લગ્ન છે અને પહેલા બે લગ્નમાં પણ તેમને ચાર બાળકો હતા. આજે અમે તમને ટ્રમ્પના પરિવારથી માહિતગાર કરાવીશું.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્નીનું નામ ઈવાના ટ્રમ્પ છે. તેની સાથે 1977માં લગ્ન કાર્ય હતા. ઈવાના એક ઓલમ્પિક ખેલાડી હતી. લગ્ન બાદ ઈવાનાને જેને ત્રણ બાળકો હતા. જેમાં બે દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ હતું. આ બંને દીકરાઓ અલગ અલગ વ્યવસાય સાચવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનનો ટ્રસ્ટી છે તો એરિક ટ્રમ્પ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના પદ ઉપર છે. તે બંનેના લગ્ન થઇ ગયા છે અને તેમને પણ બાળકો છે.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્ની ઈવાના ટ્રમ્પને એક દીકરી પણ છે જેનું નામ ઇવાંકા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેને ખુબ જ પ્રેમ કરે છે અને તે વ્હાઇટ હાઉસની સલાહકાર પણ છે. ઇવાંકા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના પ્રવાસે આવી છે સાથે તેનો પતિ પણ આ પ્રવાસમાં જોડાયો છે.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પત્નીનું નામ છે માર્લા મેપલ્સ. 1993માં માર્લા સાથે ટ્રમ્પે લગ્ન કર્યા હતા. તે એક અભિનેત્રી હતી. માર્લા સાથે લગ્ન થયા બાદ એ બંનેને એક દીકરી પણ છે જેનું નામ છે ટીફની ટ્રમ્પ. ટીફની પૂર્વ મોડલ રહી ચુકી છે અને હાલમાં તે વકીલાતનો અભ્યાસ કરી રહી છે.

Image Source

ટ્રમ્પની ત્રીજી પત્ની છે મેલાનિયા. મેલાનિયા એક મોડલ રહી ચુકી છે. ટ્રમ્પ અને મેલાનિયાને એક દીકરો પણ છે જેનું નામ છે વિલિયમ બૈરેન ટ્રમ્પ અને તે હાલમાં અભ્યાસ કરી રહ્યો છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.