‘મારી પાસે કોઈ રસ્તો નથી…’ વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા પાટણના મીત પટેલે કર્યુ મોતને વ્હાલુ, ઓડિયો રેકોર્ડ કરી જણાવી હકિકત

UK અભ્યાસ માટે ગયેલા ચાણસ્માના યુવકે કરી આત્મહત્યા, માતા-પિતાની માફી માંગતો ઓડિયો બનાવી ભર્યુ અંતિમ પગલું

ઘણા યુવાઓને આજકાલ વિદેશમાં જઇ પૈસા કમાવવાનું ઘેલુ લાગ્યુ છે. કેટલાક યુવકોને તો માતા-પિતા અભ્યાસ અર્થે મોકલતા પણ હોય છે, પણ હાલમાં અભ્યાસ અર્થે વિદેશ જતા લોકો અને તેમના પેરેન્ટ્સ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાણસ્માનાં રણાસણ ગામનો 23 વર્ષિય મીત પટેલ કે જે અભ્યાસ માટે લંડન ગયો હતો તેણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા યુવકનો આપઘાત

જો કે, આપઘાત કરતા પહેલા મીત પટેલે એક ઓડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે ફસાયો હોવાનો દાવો કર્યો હતો. તેણે કેમા માતા-પિતાની માફી માંગી હતી અને કહ્યું હતું કે, મમ્મી પપ્પા મેં તમારા 15 લાખ બગાડ્યા, મને માફ કરજો. આ ઉપરાંત તેણે ઓડિયોમાં કોઈના ત્રાસથી આપઘાત કર્યો હોવાની પણ વાત કરી હતી.

ઓડિયો રેકોર્ડમાં કોઇના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો કર્યો ઉલ્લેખ

તે ઓડિયોમાં કહી રહ્યો હતો કે હું અહીં ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ રસ્તો નથી. ત્યારે દીકરાના મોતની જાણ થતા જ પરિવાર પર તો આભ ફાટી પડ્યુ છે. ખેડૂત પુત્ર મિત પટેલનો પાંચેક દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટ્યો હતો અને તે બાદ અચાનક તેના મોતની જાણ થતાં પરિવાર આઘાતમાં છે.

Shah Jina