અજબગજબ ખબર નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક

આ મહિલાએ પોતાના ઘરેણાં વેચી અને ખોલ્યું હતું જિમ, આજે આખી દુનિયા ઓળખે છે

આ સ્ત્રીની આખી સ્ટોરી વાંચીને તમારું મનોબળ ૨૦૦% વધી જશે

આજના યુગમાં મહિલાઓ જે ધારે તે કરી શકે છે. મહિલાઓના સાહસ અને સિદ્ધિની ઘણી વાતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થતી હોય છે. ત્યારે આજનો સમાજ મહિલાને અબળા સમજવાની ભૂલ નથી કરતો. ઘણી સ્ત્રીઓના સફળતાનાં ઉદાહરણો આપણી સામે છે. આજે તમને એક એવી જ મહિલાની વાત જણાવીશું જેને સાહસ કરીને પોતાના ઘરેણાં વેચી અને જિમ શરૂ કર્યું અને આજે આખી દુનિયામાં એક આગવી ઓળખ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

આજે અમે જે સાહસી મહિલાની વાત કરી રહ્યા છે તે મહિલાનું નામ છે કિરણ દેમ્બલા. પોતાના વિશે જણાવતા કિરણ કહે છે કે: “લગ્ન બાદ ઘરની ચાર દીવાલોમાં કેદ થઇ ગઈ હતી. હું સવારે ઉઠતી હતી. જમવાનું બનાવતી હતી પરિવાર માટે, 10 વર્ષો સુધી રોજ આ રીતે જ ચાલ્યા કર્યું. મને લાગ્યું કે હું કઈ નથી કરી રહી. તો મેં બાળકોના સંગીત ક્લાસ લેવાની શરૂઆત કરી. પરંતુ મારી તબિયત ઠીક નહોતી અને 25 કિલો વજન પણ વધી ગયું હતું.”

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

પોતાના સંઘર્ષ વિશે જણાવતા કિરણ આગળ કહે છે કે: “મેં જિમ ચાલુ કરી દીધું. ત્યારબાદ તે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતી હતી અને પોતાના વર્કઆઉટનું પણ. હું સવારે 5 વાગે ઉઠતી. બાળકોને સ્કૂલ લેવા જતી તે છતાં પણ મેં 7 મહિનામાં 24 કિલો વજન ઘટાવી દીધું.”

ત્યારબાદ તેને તેના પતિને કહ્યું કે તે જિમ ખોલવા માંગે છે. તેના માટે તેમને એક ફ્લેટ ભાડે લીધો અને તેમાં મીની જિમ ખોલ્યું. તે જણાવે છે કે: “આ જિમ માટે મેં મારા બધા જ ઘરેણાં વેચી દીધા. લોન પણ લીધી. ચાર મહિનામાં જ અમારી આખી કોલોની જિમ વિશે જાણવા લાગી.”

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

ત્યારબાદ તે ધીમે ધીમે પોતાને જ બોડી બિલ્ડીંગ પ્રતિયોગિતા માટે તૈયાર કરવા લાગી. તે દરમિયાન જ તેના સસરા દુનિયાને છોડીને ચાલ્યા ગયા. તે કહે છે કે: “અમે ત્યાં એક અઠવાડિયા સુધી રહ્યા, ત્યારબાદ મેં મારા સાસુને કહ્યું કે મારે બાળકોની દેખરેખ માટે જવું પડશે. હું તેમને અનકંફર્ટેબલ નહોતી કરાવવા ઇચ્છતી. પરંતુ હું બીડાપેસ્ટ ગઈ. પ્રતિયોગિતામાં ભાગ લીધો અને 6મોં નંબર મેળવ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

કિરણ આગળ જણાવે છે કે: “પછી શું થયું કે મેં થોડું મોડા શરૂ કર્યું. 45ની ઉંમરમાં હું ટ્રેનર છું, ડીજે છું, પર્વતારોહી છું,ફોટોગ્રાફર છું. પરંતુ જરૂર એ છે કે મારી જિંદગીના સૌથી ખુશનુમા પળ છે.મારી લોકોને સલાહ છે કે તે કરો જે કરવામાં તમને ખુશી મળે છે.”

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

કિરણને જોઈને તેની ઉંમરનો અંદાજો પણ નથી આવતો, પરતં તે બે બાળકોની માતા પણ છે. કિરણે એ કરી બતાવ્યું જેના વિશે ઘણા લોકો વિચારીને જ બેસી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)

આજે દુનિયામાં કિરણની એક આગવી ઓળખ છે. તે બહાનાને બાજુ ઉપર મૂકી અને સતત કામ કરવાનું જ નક્કી કર્યું. અને આજે તેનું પરિણામ દુનિયા સામે છે.

 

View this post on Instagram

 

A post shared by Kiran dembla (@kirandembla)