મુસ્લિમ યુવતી સાથે લિવ ઇનમાં રહેતા હિન્દૂ યુવકે ફાંસીના ફંદે લટકીને જીવન ટૂંકાવ્યું, ખુબ જ ચોંકાવનારું કારણ આવ્યું બહાર

ગુજરાત સમેત દેશભરમાંથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવે છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. પરંતુ હાલ એક આપઘાતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવતી સાથે લિવ ઇનમાં રહેતા એક યુવકે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. એટલું જ નહિ આ દંપતીને એક સંતાન પણ હતું.

આ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, યુપીના મેરઠમાંથી. જ્યાં એક 23 વર્ષના યુવકે પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. યુવકના સંબંધીઓનો આરોપ છે કે તેનું એક યુવતી સાથે અફેર હતું અને તે તેની સાથે જ રહેતો હતો. તેને એક બાળક પણ છે.

યુવતી અને તેનો પરિવાર દુષ્યંત પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા. જેનાથી કંટાળીને દુષ્યંતે આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત આ કેસમાં, પોલીસનું કહેવું છે કે મૃતકના સંબંધીઓ તરફથી કોઈ ફરિયાદ આવી નથી. જો ફરિયાદ આવશે તો આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો મેરઠના નૌચંડી પોલીસ સ્ટેશન વિસ્તારની ચિત્રકૂટ કોલોનીનો છે.

અહીં રહેતો દુષ્યંત ડી.જે.નું કામ કરતો હતો. તેણે શનિવારે રાત્રે ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સવારે જ્યારે સંબંધીઓ તેના રૂમમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેણે આત્મહત્યા કરી લીધી છે. મૃતક દુષ્યંતના સંબંધીઓનું કહેવું છે કે તેનું ત્રણ-ચાર વર્ષથી એક યુવતી સાથે અફેર હતું અને તે તેની સાથે રહેતો હતો. તેને એક બાળક પણ છે. મૃતકના પરિજનોનો આરોપ છે કે યુવતી અને તેના પરિવારના સભ્યો દુષ્યંત પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. રાત્રે પણ તેણે તે જ યુવતી સાથે લગભગ 40 મિનિટ વાત કરી હતી. ત્યારબાદ સવારે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Niraj Patel