નિકાહમાં વરસ્યા પૈસા ! દુલ્હાને 2.56 કરોડ, 11 લાખ જૂતા ચોરીના…કાજીને કર્યા માલામાલ
લગ્ન સમારોહના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે, પરંતુ એક વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. આ લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવ્યા છે. મુસ્લિમ પરિવારના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હન તરફથી વરરાજાને 2.5 કરોડ રૂપિયાની રોકડ આપવામાં આવી છે. જૂતા ચોરીની વિધિ માટે વરરાજાની સાળીને 11 લાખ રૂપિયા, નિકાહ પઢવા વાળાને 11 લાખ રૂપિયા અને મસ્જિદમાં 8 લાખ રૂપિયા દાનમાં આપવામાં આવ્યા છે. કન્યા પક્ષે સૂટકેસ ભરી રૂપિયા આપ્યા છે.
શાહી લગ્નનો વાયરલ વીડિયો મેરઠના NH-58 પર સ્થિત એક રિસોર્ટનો હોવાનું કહેવાય છે. આ વીડિયો લગ્ન દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેમાં પૈસાની લેવડદેવડ થઈ રહી છે. આ દરમિયાન આસપાસ ચારે બાજુ ઘણા લોકો ઉભા છે. વીડિયોમાં એક વ્યક્તિ જાહેરાત કરે છે કે, “2 કરોડ 56 લાખ રૂપિયા છે જેમાંથી 75 લાખ કારના છે. જેવા મેરઠમાં છે એવા જ છે, ગણવા માગો તો ગણી લો.
કન્યા પક્ષ અને વર પક્ષ લોકોને અમુક સૂટકેસ આપે છે, એવું માનવામાં આવે છે કે આ સૂટકેસ નોટોથી ભરેલી છે. હવે વરરાજા તરફથી લોકો 500-500 રૂપિયાની નોટોના બંડલ કાઢે છે. એવું લાગે છે કે એક બંડલમાં 500 રૂપિયાની નોટોના 10 બંડલ છે એટલે કે દરેક બંડલની કિંમત 5 લાખ રૂપિયા છે. તેમાંથી 8 લાખ રૂપિયા કાઢીને દુલ્હનના પક્ષમાં આપવામાં આવે છે અને આ 8 લાખ રૂપિયા ગાઝિયાબાદની મસ્જિદને દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવે છે. આ જાહેરાત પરથી લાગે છે કે દુલ્હન પક્ષ ગાઝિયાબાદની રહેવાસી છે.
આ પછી, વરરાજા તરફથી, નિકાહ કરનાર વ્યક્તિના નામે 11 લાખ રૂપિયા અને જૂતા ચોરીની વિધિ માટે 11 લાખ રૂપિયા આપવામાં આવે છે. વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે લોકો નથી ઈચ્છતા કે આ પ્રસંગ કોઈ તેમના કેમેરામાં રેકોર્ડ કરે. જો કે, કોઈએ ગુપ્ત રીતે વીડિયો બનાવી લીધો હતો. અંતે, વીડિયો બનાવનાર વ્યક્તિ એક વ્યક્તિની નજરમાં આવે છે, જે તેને વીડિયો બંધ કરવા કહે છે.જો કે આ મામલો જ્યારે પોલિસ સુધી પહોંચ્યો તો તેની તપાસ કરાવી અને આ વીડિયો મેરઠનો નહિ હોવાનું સામે આવ્યુ છે. એસપીનું કહેવુ છે કે વાયરલ વીડિયો મેરઠનો નથી, તપાસ કરી લીધી છે.
View this post on Instagram