પેટ્રોલ-ડિઝલ પૂરાવતા પહેલા ચેતી જજો ! મશીનોમાં ચીપ લગાવી થઇ રહી હતી ચોરી, પૂરા પૈસા લઇ નહોતા આપતા પૂરુ પેટ્રોલ

100 નું પૂરાવશો તો મળશે 80 રૂપિયાનું પેટ્રોલ, લોકોને ઉલ્લુ બનવાનો ધંધો ચાલી રહ્યો હતો, પોલીસે રેડ પડતા જ ધ્રુજી ઉઠ્યા

પેટ્રોલ પંપમાં ચિપ મુકીને વાહનમાલિકો સાથે ગડબડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સંદર્ભે ઉત્તર પ્રદેશ STFએ મેરઠ અને બાગપતમાંથી માસ્ટરમાઇન્ડ સહિત 9 લોકોની ધરપકડ કરી છે. જેમણે પાંચ ફિલિંગ સ્ટેશનો પર ભેળસેળયુક્ત ઇંધણ વેચીને ગ્રાહકોને છેતર્યા હતા. એસટીએફ, જિલ્લા વહીવટીતંત્ર, માપણી વિભાગ અને પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 100 રૂપિયાનું પેટ્રોલ પૂરાવા પર ફ્યુલ ટેન્કમાં 80 રૂપિયાનું જ આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો પેટ્રોલ પંપના મશીનમાં ચિપ લગાવીને અને સોલવન્ટ મિક્સ કરીને ગડબડ કરતા હતા. આ ગેંગ મેરઠ અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતી. મળતી માહિતી મુજબ, યુપી એસટીએફને નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર ચિપ લગાવીને ઓછું પેટ્રોલ આપવાની ફરિયાદ મળી હતી. આ પછી એસટીએફની ટીમે કંપનીના પેટ્રોલ પંપના માલિક, સેલ્સ ઓફિસર અને મેનેજર સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી.

આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ સતેન્દ્ર ઉર્ફે દેવેન્દ્ર કુમારની એસટીએફ દ્વારા મેરઠના પરતાપુરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ લોકો પેટ્રોલ પંપના ડિસ્પેન્સિંગ મશીનમાં ચિપ લગાવીને ગડબડ કરતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2017માં દરોડા દરમિયાન પેટ્રોલ પંપના નવા મશીનોમાં રિજેક્ટેડ પેટ્રોલ ડિસ્પેન્સિંગ મશીનની ચિપ અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા જ આ લોકો અંજામ આપતા હતા.

મેરઠ, બાગપત અને હાપુડમાં પેટ્રોલ પંપ પર મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી હતી. અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓ પેટ્રોલ વહન કરી રહેલા ટેન્કરમાં લગાવેલા મીટરમાં ગડબડી કરતા હતા. ડમી ટેન્કરમાં મશીન મૂકીને કંપનીમાં ખોટો ડેટા મોકલીને પેટ્રોલની ચોરી કરતા હતા. UP STFએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરીના કેસનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Shah Jina