20 કિલો મીઠું છાંટીને બેડરૂમમાં દાટી દીધી મા-દીકરીની લાશ, 115 દિવસ બાદ મળ્યું હાડપિંજર, બીજા ધર્મના યુવકે અમિત નામ રાખીને કર્યા હતા પ્રિયા સાથે લગ્ન

ડિવોર્સી મહિલાને ફસાવનાર આરોપી શમશાદે ખોલ્યું મા-દીકરીની હત્યાનું રહસ્ય, એવા ખરાબ હાલ કર્યા કે ભલભલા રાડો પડી જશે

દેશભરમાં લવ જેહાદના ઢગલાબંધ કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે, જેમાં યુવક હિન્દૂ યુવતીઓને નામ બદલી અને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લેતા હોય છે. થોડા સમય પહેલા એવા જ એક મામલાનો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં મેરઠના ભુડબરાલ ગામમાંથી સામે આવેલા લવ જેહાદના મામલામાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

અમિત બનીને મહિલા સાથે લગ્ન કરનાર શમશાદે પહેલા મા-દીકરીની હત્યા કરી, પછી બેડરૂમમાં ખાડો ખોદીને 20 કિલો મીઠું નાખીને બંનેના મૃતદેહને દાટી દીધા. 115 દિવસ બાદ માતા પુત્રીના હાડપિંજર મળી આવ્યા હતા. હિન્દુ સંગઠનના લોકોના હોબાળા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

શમશાદ તેની ગર્લફ્રેન્ડ અને તેના માસૂમ બાળકની હત્યા કર્યા પછી કોઈ કોઈ પુરાવા છોડવા માંગતા ન હતા. આ માટે તેણે લાશો પર મીઠું છાંટ્યું જેથી તે સડી જાય. છેવટે એવું જ થયું. પોલીસે જ્યારે ડ્રોઈંગ રૂમમાં જમીનનું ખોદકામ કર્યું ત્યારે માત્ર હાડપિંજર જ મળી આવ્યા હતા. તેને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે જેથી ટ્રાયલને કાયદા દ્વારા મજબૂત બનાવી શકાય.

પરતાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આનંદ પ્રકાશ મિશ્રાએ જણાવ્યું કે, ભૂડબ્રાલ ગામનો રહેવાસી શમશાદ તેની ગર્લફ્રેન્ડ પ્રિયા અને પુત્રી કશિશ છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતા હતા. ચાર વર્ષથી પ્રિયા કાંશીરામ રહેણાંક કોલોનીમાં રહેતી હતી. એક વર્ષ પહેલા જ ભુડબ્રાલના ઘરે આવી હતી. પ્રિયાએ ગોવિંદનગરના મોદીનગરમાં એક પ્લોટ લીધો હતો. જેની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા હતી.

પ્રિયાએ કહ્યું કે શમશાદ પ્લોટના તમામ પૈસા આપશે. શમશાદના કહેવા મુજબ તેણે અગાઉ ત્રીસ હજાર રૂપિયા આપ્યા હતા. 28 માર્ચે તે મજૂરી ચૂકવવા માટે 2.80 લાખ રૂપિયા ઘરે લઈ આવ્યો હતો. પ્રિયા ઈચ્છતી હતી કે તે આ પૈસા આપીને પ્લોટની બાકી રકમ ચૂકવે. શમશાદે આ પૈસા મજૂરોને આપવાની વાત કરી હતી. આ બાબતે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો.

ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પૈસાને લઈને બંને વચ્ચે ઝઘડો વધ્યો હતો. ઝપાઝપીમાં પ્રિયાની નખ શમશાદના મોં પર વાગ્યા હતા. જેના બાદ તે રસોડામાંથી છરી કાઢી લાવી અને શમશાદ ઉપર હુમલો કર્યો જેમાં શમશાદના હાથનું કાંડું કપાઈ ગયું હતું. ગુસ્સામાં શમશાદે પોતાના જમણા હાથ વડે પ્રિયાનું ગળું કાપી નાખ્યું. તેણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ પછી શમશાદે બેડરૂમમાં સૂઈ રહેલી માસૂમ બાળકી કશિશનું પણ ગળું દબાવી દીધું હતું. આ ઘટના 28 માર્ચની રાત્રે લગભગ 12 વાગ્યે બની હતી.

લોકડાઉનને કારણે મૃતદેહને ક્યાંય બહાર કાઢી શકાયો ન હતો, 29 માર્ચની સવારે શમશાદે ડ્રોઈંગ રૂમમાં લગભગ 8 ફૂટ ઊંડો ખાડો ખોદી બંને મૃતદેહોને તેમાં નાખ્યા. બંને લાશ પર ઉપરથી દુકાનમાંથી લાવેલા મીઠાના 20 પેકેટો પણ ખોલીને મુકવામાં આવ્યા હતા. જેથી લાશ સળી જાય. કોઈને શંકા ન થાય તે માટે ઉપરથી ફ્લોર પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું.

Niraj Patel