ગર્લફ્રેન્ડને મોજ કરાવવા માટે યુવકે પોતાના જ ઘરને લૂટ્યુ, મા-બાપને બંધક બનાવ્યા અને પછી…

ગર્લફ્રેન્ડના મોંઘા શોખ પૂરા કરવા માટે યુવક બન્યો લૂંટેરો, મિત્રો સાથે મળી એવા કારનામા કર્યાં કે બિચારા માંબાપ આખી જિંદગી અફસોસ કરશે

આમ તો ચોરી-લૂંટની ખબર તમે ઘણી સાંભળી હશે, પણ હાલ જે મામલો સામે આવ્યો છે, તેમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડના મોંઘા શોખ પૂરા કરવાની ખ્વાહિશમાં પોતાના જ ઘરમાં લૂંટની સાજિશ રચી દીધી. પરિવારને બંધક બનાવી દીકરાએ મિત્રો સાથે મળી લૂંટની વારદાતને અંજામ આપ્યો. પરંતુ તેના આ કારનામાનો મેરઠ પોલિસે 24 કલાકની અંદર જ ખુલાસો કરી દીધો અને લૂંટેરા દીકરા સહિત તેના મિત્રોની પણ ધરપકડ કરી લીધી, પોલિસે આ મામલે લૂંટેલી રકમ અને જ્વેલરી કબ્જે કરી લીધી છે.

ઘટના મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 4c ની છે. જ્યાં ચાર બદમાશોએ કરિયાણાના વેપારી યોગેશ કુમારના ઘરમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો. પરિવારને બંધક બનાવી લૂંટ કર્યા બાદ તેઓ ભાગી ગયા હતા. કરિયાણાના વેપારીના પરિવારને બંધક બનાવી લૂંટની ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી જવા પામી ઙતી. એસપી સિટી ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લૂંટની ઘટનાનો પર્દાફાશ કરવા માટે ચાર ટીમો બનાવી હતી. જે બાદ આખી રાત પૂછપરછનો દોર ચાલુ રહ્યો હતો.

પોલીસે કડક પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે આ લૂંટનું કાવતરું વેપારીના પુત્રએ જ રચ્યું હતું. આ ઘટનાને અંજામ આપવા માટે વેપારીના પુત્રએ તેના મિત્રોને સામેલ કર્યા હતા અને લૂંટના પૈસાનો હિસ્સો પણ નક્કી કર્યો હતો. પોલીસે વેપારીના પુત્ર નમન, તેના મિત્ર ચિન્ટુ, શિવમ અને અન્યની ધરપકડ કરી છે. તેમની પાસેથી લાખોની કિંમતના લુટાયેલા નાણા અને ઘરેણાં મળી આવ્યા છે. હાલ પોલીસ આ આરોપીઓને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો ખુલાસો કરનાર ટીમને એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

પ્રેમિકાનો મોંઘો શોખ પૂરો કરવા યુવકે તેના જ ઘરમાં આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બાબતનો ખુલાસો 24 કલાકની અંદર જ થઇ ગયો હતો. નમનના પિતાએ પોલીસને જણાવ્યું કે મોંઘો શોખ હોવાથી તે ખોટા કામોમાં પડી ગયો હતો. જેના કારણે તેને ઘણીવાર ઠપકો પણ મળતો. ખરાબ ટેવો અને મોંઘા શોખના કારણે તેને ઘરેથી પૈસા મળવાનું પણ બંધ થઈ ગયું હતુ. જેના કારણે નમને આ ઘટનાને અંજામ આપ્યો છે.

Shah Jina