થારની છત પર માટી લાદી લઇ જઇ રહ્યો હતો છોકરો, વીડિયો વાયરલ થવા પર પોલિસે કરી દીધી કાર્યવાહી

સોશિયલ મીડિયાની દુનિયામાં વાયરલ થવા માટે લોકો માત્ર પોતાની જિંદગી સાથે જ નહીં પરંતુ બીજાની જિંદગી સાથે પણ ખિલવાડ કરે છે. હાલમાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેતા એક વ્યક્તિનો વીડિયો જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે. જેમાં તે થારની છત પર માટી ભરીને તેજ ગતિએ વાહન ચલાવે છે.

આ ઘટનાના વાયરલ થયા બાદ ઇન્ટરનેટની જનતા ઘણી નારાજ છે, ત્યારે આ મામલે હવે મેરઠ પોલીસના એસપીનો જવાબ પણ આવી ગયો છે. જણાવી દઈએ કે ઇન્ફ્લુએન્સર મેરઠના મુંડાલીથી તાલ્લુક રાખે છે અને તે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગાડીઓ સાથેની આવી રીલ પોસ્ટ કરતો રહે છે.

આ ઘટના વાયરલ થયા બાદ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં થાર બોય સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. માટી માટે ટ્રક કે ટ્રેક્ટરનો ઉપયોગ થતો તમે જોયો હેશ પણ આ વખતે જિશાન રાજપૂત નામના એક ઇન્ફ્લુએન્સરે વ્યુઝના ચક્કરમાં એક રિસ્કી સ્ટંટ કર્યો. વાયરલ વીડિયોમાં વ્યક્તિ પહેલા ગાડીની છત પર માટી લાદતો જોવા મળે છે, આ પછી તે રસ્તા પર તેજ સ્પીડમાં થાર ભગાવે છે. આનાથી થારની રૂફ પર રાખેલ માટી ઉડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Zishan Rajput (@zishan_thakurr)

આ હરકતથી રસ્તા પર બીજા વાહનચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે ક્લિપ વાયરલ થઈ ત્યારે યુઝર્સ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. જેના પર મેરઠ પોલીસના એસપી આયુષ વિક્રમ સિંહનો જવાબ આવ્યો છે. તેમણે કહ્યું કે સ્ટંટમેનની કાર જપ્ત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Shah Jina