17 મેના રોજ કર્યા હતા લવ મેરેજ, 14 દિવસ બાદ જ પત્નીનું થયું મોત, હવે પતિએ કબર ખોદાવી કરી…

પતિએ કહ્યું આ લોકોએ નારાજ થઈને મારી પત્નીની હત્યા કરાવી દીધી છે, મોડી રાત્રે કબર ખોદી તો…

હાલના સમયમાં મોટાભાગના લોકો પોતાના મનગમતા વ્યક્તિ સાથે જીવન જીવવા માંગતા હોય છે, જેના કારણે લવ મેરેજનું પ્રમાણ પણ વધ્યું છે. ઘણા કિસ્સાઓમાં જયારે પરિવાર નથી માનતો તો ઘણા યુગલો ભાગીને પણ લગ્ન કરી લેતા હોય છે. તો ઘણા કિસ્સાઓમાં તેનું ભયાનક પરિણામ પણ આવે છે. આવું જ કંઈક હાલમાં જોવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મહિલાના ઓનર કિલિંગની આશંકાથી ઉહાપોહ મચી ગયો છે. પતિએ પોતાની પત્નીની હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે. પતિનો આરોપ છે કે મહિલાના પરિવારજનોએ તેમના પ્રેમ લગ્નથી નારાજ થઈને તેની પત્નીની હત્યા કરી દીધી છે અને શબને દફનાવી દેવામાં આવ્યું હતું. તો આ કેસ દાખલ થવા ઉપર પોલીસે મોડી રાત્રે કબર ખોદી અને શબને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. પોલીસ હાલમાં કાર્યવાહી કરવામાં માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

આ સમગ્ર મામલો યુપીના મેરઠમાં આવેલા લીસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના કરીમ નગરનો છે. જ્યાં 17 મેના રોજ ફરમાન અને સાઈનાએ ઘરવાળાથી સંતાઈને કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જેના બાદ બંને પતિ પત્ની પોત પોતાના ઘરમાં રહેવા લાગ્યા હતા. લગ્નના થોડા જ દિવસ બાદ એટલે કે 31 મેના રોજ સાઈનાનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઇ ગયું. પતિ પણ તેની પત્નીના અંતિમ વિધિમાં સામેલ થયો જેના થોડા દિવસ બાદ જ તેને પોતાની પત્નીની હત્યાની વાત જાણવા મળી.

જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકની માતા અને તેના બીજા જમાઈ વચ્ચેની વાતચીતનો એક સંદિગ્ધ ઓડિયો વાયરલ થયો હતો. પતિના તમામ પ્રયત્નો બાદ સાઈનની હત્યાની આશંકા વ્યક્ત કરતા 6 પરિવારજનો વિરુદ્ધ કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. તો આ બાબતે જો પતિનું માનીએ તો તેની સાસરીવાળા તેના આ લગ્નની વિરુદ્ધ હતા. જેના બાદ તેમને તેની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી છે.

તો બીજી તરફ પરિવારજનો બીમારીનું બહાનું કાઢી અને તેની અંતિમ ક્રિયા કરી નાખી. પતિની ફરિયાદ બાદ પોલીસ પ્રસાશને કબર ખોદી અને મહિલાના શબને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી દીધું હતું. તો આ બાબતે પોલીસનું કહેવું છે કે જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થાય છે તો આરોપી પરિવારજનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે એક વ્યક્તિને પોલીસે પુછપરછ માટે પોતાના કબ્જામાં પણ લીધો છે.

Niraj Patel