ખબર

ગેસ ગીઝરમાં લીકેજ, સેક્ટર 8 માં બાથરૂમમાં દમ ઘૂંટાવાને કારણે દુલ્હનનું થયુ મોત, ડોલી ઉઠ્યાના 24 કલાક બાદ નવી નવેલી દુલ્હનની ઉઠી અર્થી

સવારે 10 વાગ્યે દુલ્હન વૈશાલી બાથરૂમમાં નાહવાને ગિઝરને લીધે તડપી તડપીને મરી ગઈ, જોજો તમે આ ભૂલ ન કરતા નહિ તો ….

ઠંડીમાં ગીઝરથી પાણી ગરમ કરી ન્હાવાનું ક્યારેક ક્યારેક જાનલેવા પણ બની જાય છે. કેટલાક લોકો ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા ઓછા લોકો જાણે છે કે જો તેનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો જીવનું જોખમ પણ બની શકે છે. આવી જ એક દર્દનાક ઘટના મેરઠથી સામે આવી છે. 26 જાન્યુઆરીના રોજ લગ્ન બાદ દુલ્હન મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાગૃતિ વિહાર આવી હતી. જાગૃતિ વિહાર સેક્ટર 8માં રહેતા પારસ કુમારના લગ્ન ગાઝિયાબાદની રહેવાસી વૈશાલી સાથે 26 જાન્યુઆરીએ થયા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વૈશાલીના હાથ પરની મહેંદી પણ સુકાઈ નહોતી કે શનિવારે સવારે ન્હાતી વખતે તેની સાથે દર્દનાક ઘટના બની. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, બાથરૂમમાં ગીઝરમાંથી ગેસ લીક થવાને કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો. પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડ્યો તો જોયું કે વૈશાલી દિવાલનો ટેકો લઈને સીધી બેઠી હતી. દુર્ઘટનામાં નવી વહુના મોત બાદ આખા ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પારસ કુમાર એક કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે અને તેના પિતા આર્મીમાંથી રિટાયર્ડ છે.

ગુરુવારે પારસના લગ્ન ગાઝિયાબાદની રહેવાસી વૈશાલી સાથે થયા હતા અને શુક્રવારે દુલ્હન મેરઠ જવા નીકળી હતી અને તેના સાસરે પહોંચી હતી. શનિવારે ઘરે ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો. સવારે દસ વાગ્યે વૈશાલી ન્હાવા માટે બાથરૂમમાં ગઈ પરંતુ ઘણો સમય વીતી જવા છતાં તે બહાર ન આવી. પરિવારની મહિલાઓ પૂજા માટે તેની રાહ જોઈ રહી હતી. જ્યારે મોડું થઈ ગયું ત્યારે પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડ્યો તો જોયુ કે વૈશાલી બાથરૂમના એક ખૂણામાં સીધી બેઠી હતી.

તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ ત્યાં તેને મૃત જાહેર કરાઇ હતી. વૈશાલીને એ જ કારમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જેમાં તે સાસરે આવી હતી. વૈશાલીના મોતની માહિતી ગાઝિયાબાદમાં તેના પરિવારજનોને મળતાં જ કોઈએ વિશ્વાસ ન કર્યો, પરંતુ જ્યારે તેઓને વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે ત્યાં અફરાતફરી મચી ગઈ અને બધા મેરઠ પહોંચ્યા. વૈશાલીના ભાઈએ જણાવ્યું કે પ્રથમ નજરે વૈશાલીનું મોત બાથરૂમમાં ગેસ ગીઝર લીક થવાને કારણે થયું હોવાનું માનવામાં આવે છે.

વૈશાલીના સસરાએ જણાવ્યું કે થોડા સમય પહેલા ઘરમાં ખુશીનો માહોલ હતો. થોડી જ વારમાં ખુશી શોકમાં ફેરવાઈ ગઈ અને મૌન ફેલાઈ ગયું. એવું નથી કે પહેલીવાર ગેસ ગીઝરને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ હોય. ભૂતકાળમાં પણ ગેસ ગીઝરને કારણે દમ ઘૂંટાવીથી મોતના અનેક બનાવો બન્યા છે. આ જ કારણ છે કે ડૉક્ટરો ભલામણ કરે છે કે ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે ઓછામાં ઓછી એક વેન્ટિલેટેડ બારી હોવી જોઈએ. ગેસ ગીઝરથી ઉલ્ટી, આંચકી, ઉબકા, માથાનો દુખાવો, ચક્કર પણ આવી શકે છે.

કેટલાક કિસ્સામાં નિષ્ણાતો કહે છે કે ગેસ ગીઝર મગજને નુકસાન પહોંચાડી શકે છે.પાંચ મિનિટથી વધુ સમય સુધી ગેસના સંપર્કમાં રહેવાથી ચક્કર આવી શકે છે અને જો તે લાંબા સમય સુધી રહે તો વ્યક્તિ બેહોંશ થઈ શકે છે અને ગૂંગળામણથી મૃત્યુ પામે છે. જણાવી દઇએ કે, ગેસ ગીઝર લગાવતા આટલી વાતોનું ધ્યાન રાખવું. જેમાં ગીઝરનું તાપમાન 45-40 ડિગ્રી વચ્ચે રાખવું, સમય સમય પર ગીઝરનું તાપમાન ચેક કરતા રહેવુ, ઘરના જે પણ ખૂણામાં ગેસ ગીઝર છે ત્યાં વેન્ટીલેશનનું પૂરુ ધ્યાન રાખવું. ગીઝરનો પ્રયોગ કરતા સમયે વધારે સમય ચાલુ ન રાખવું, છંડી આવવા પર ગીઝરનો સર્વિસિંગ કર્યા વગર ઉપયોગ ન કરવો, ઘરમાં ગીઝર સારી કંપનીનું જ લગાવવું અને ગીઝરમાંથી ગરમ પાણી નીકાળ્યા બાદ સ્વિચ ઓફ કરી લેવી.