મનોરંજન

જાણો શા માટે ચર્ચામાં છે પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરા

મીરા ચોપરાએ અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોથી દૂર મીરા પોતાના પરિવારમાં વ્યસ્ત છે અને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે.

અવાર-નવાર મીરા પોતાની સ્ટાઈલિશ અને ગ્લેમર તસ્વીરો શેર કરતી રહે છે. ફિલ્મ કરતા વધારે મીરાને પોતાના અંદાજ માટે વધારે ઓળખવામાં આવે છે. મીરાનું એકાઉન્ટ પણ પોતાની સ્ટાઈલિશ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

મીરાની દરેક તસ્વીરો દર્શકોને ખુબ પસંદ આવે છે. બોલિવૂડ અને સાઉથ ફિલ્મોની અભિનેત્રી મીરા ચોપરા થોડાક વર્ષો વીડિયોને લઈને ચર્ચામાં આવી હતી. આ વીડિયો મીરાએ સોશિયલમ મીડિયામાં શેર કર્યો હતો. જે થોડીક સેકન્ડમાં જ વાયરલ થયો હતો.

મુદ્દાની વાત છે કે, આ વીડિયો દ્વારા મીરા 5 સ્ટાર હોટલમાં મળતાં ખાવાની પોલ ખોલી રહી છે. આ વીડિયોમાં મીરા બ્રેકફાસ્ટ બતાવી રહી છે જેમાં ઈયળ ફરતી જોવા મળી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે મીરા (Meera Chopra) એ પ્રિયંકાની કઝીન છે અને હંમેશા સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે એવી પોસ્ટ કરે છે. ઈન્ટરનેટ ઉપર તેણે ખુબ જ કાતિલ કપડામાં પોતાના નવા નવા ફોટો શેર કર્યા છે.

સાઉથ ઇન્ડિયન અને બૉલીવુડ સિનેમા અભિનેત્રી અને વૈશ્વિક સ્ટાર પ્રિયંકા ચોપડાની કઝીન મીરા ચોપડાની આજકાલ ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. હિરોઈન ‘ધ ટેટૂ મર્ડર્સ’ તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થઈ છે,

જે ઓડિયન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. આ વેબ શોમાં મીરા ચોપડા પોલીસ વુમન તરીકે જોવા મળી રહી છે. જેમાં તેણે પોતાની શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીત્યું છે. જોકે મીરા ચોપરાના મતે ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે ગ્લોબલ સ્ટારની બહેન બનવું પૂરતું નથી. પ્રિયંકા ચોપરાના સંબંધી બનવું તેની કારકિર્દી માટે ક્યારેય મદદગાર રહ્યું નથી.

મીરા ચોપડાએ એક વાર જણાવેલું કે આ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સ્ટ્રગલ વિશે વાત કરતા કહ્યું હતું કે- ‘જ્યારે મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયરમાં એન્ટ્રી કરી હતી ત્યારે એક જ ચર્ચા થઈ હતી કે પ્રિયંકા ચોપરાની બહેન પણ આવી રહી છે,

પરંતુ સાચું કહું તો મારે ક્યારેય પણ તુલનાઓનો સામનો કરવો પડ્યો નથી. મને જે કામ મળ્યું, તે પ્રિયંકાને કારણે નહીં, પણ મારા કારણે હતું. જો મને ક્યારેય કોઈ નિર્માતાની જરૂર હોય, તો તેઓએ મને કાસ્ટ કરી નહીં કારણ કે હું પ્રિયંકા ચોપરાની બહેન છું.

‘સાચું કહું તો મારી બહેન પ્રિયંકા જોડે સંબંધ રાખવો એ મારી કારકિર્દી માટે ક્યારેય મદદગાર સાબિત થયો નહીં. હા, પરંતુ મને તેનો ફાયદો થયો કે લોકોએ મને સીરિયસલી લીધી. તેણે મને હળવાશથી લીધી નહીં, કારણ કે તે જાણતા હતા કે હું એવા પરિવારમાંથી આવી છું જે સિનેમા જાણે છે. મને ફક્ત આ લાભ મળ્યો. નહિંતર, મારે સંઘર્ષ કરવો પડ્યો, પ્રામાણિકપણે મારી બંને સાથે (પ્રિયંકા અને પરિણીતી ચોપડા) સરખામણી ક્યારેય થઈ નથી.

જેમાં તેમનો અંદાજ જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ જાય છે. તે પોતાના ફોટો અને બ્યુટી દેખાડીને કોઈપણ વ્યક્તિના દિલ જીતી લે છે.