પ્રિયંકા ચોપરાની બહેન મુંબઈના રેડ લાઈટ એરિયામાં આ કામ કરી રહી હતી અને…અચાનક

પ્રિયંકા ચોપરાની કઝીન બહેન મીરા ચોપરા આ દિવસોમાં તેની અપકમિંગ વેબ સિરીઝ “ધ ટેટૂ મર્ડર”ની શૂટિંગ કરી રહી છે. મીરાંએ કહ્યું કે તેને રેડ લાઈટ એરિયામાં કામ કર્યું છે.

મીરા ચોપરા વેબ સિરીઝમાં એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજર આવશે. મીરાંએ કહ્યું કે સિરીઝની શૂટીંગ મુંબઈના રેડ લાઈટ એરિયા કમાઠીપુરામાં થઇ છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે  વાત કરતા મીરાંએ કહ્યું કે, ‘વેબ સિરીઝની 90% શૂટિંગ રિયલ લોકેશન પર થઇ છે. મોટેભાગે ગુરિલ્લા શૂટિંગ હતી જ્યાં કેમેરામેન અને ત્રણ-ચાર લોકો શૂટ કરતા હતા. મીરા ચોપરાના પ્રમાણે વધારે સીન કમાઠીપુરામાં શૂટ કરવામાં આવ્યા છે.

અમે તેની પરમિશન પણ લીધી નથી કારણકે ત્યાં રાતે શૂટિંગ કરવાની પરમિશન મળવી સહેલી નથી. અમારા ડાયરેક્ટરે ઓરિજિનલ મર્મ દેખાડ્યો છે.

મીરા ચોપરા આગળ કહે છે કે, એસ્કોર્ટ સર્વિસ અને પ્રોસ્ટિકયૂશનમાં ફરક છે. જયારે હું કમાઠીપુરામાં શૂટિંગ કરી રહી હતી ત્યારે મને સમજાયું કે તે ખુબ જ ઓછા પૈસા માટે જીસ્મનો ધંધો કરે છે કારણકે તેમનો ધંધો ગેરકાનૂની છે.

અડધા રૂપિયા એ સિસ્ટમને આપવામાં આવે છે જેને કારણે વર્કર તેમનું કામ કરી શકે. મને લાગે છે કે આને પુરી રીતે બેન કરવામાં આવે કે પછી એમને કંઈક અધિકાર આપવામાં આવે.

જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલા મીરા ચોપરા પર નકલી રસીલગાવવાનો આરોપ લાગ્યો હતો, તેણે આ પ્રકારના કોઈપણ આરોપને નકાર્યો હતો.

Patel Meet