કોરોનાથી બે સંબંધીઓની મોત પર ભડકી પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરા, કહ્યુ- સરકાર ખરાબ રીતે ફેેલ થઇ

કોરોનાને કારણે આ દિવસોમાં ઘણી જગ્યાએથી નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે.  મનોરંજન જગતથી પણ ઘણા સેલેબ્સ આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યાં ઘણા સેલેબ્સે આ મહામારીમાં કોઇને ને કોઇને ગુમાવ્યા છે. આ લિસ્ટમાં હવે પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ચોપરાનું નામ પણ સામેલ થઇ ગયુ છે. (Image Credit/Instagram-meerachopra)

પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ટ્વીટર પર ઘણી એક્ટિવ રહે છે. કેટલાક દિવસ પહેલા જ તેણે ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે તેના પરિવારના બે સભ્યોનું નિધન થઇ ગયુ છે. હવે મીરાનું કહેવુ છે કે, તેમની મોત કોરોના વાયરસને કારણે નહિ પરંતુ સ્વાસ્થ્ય સુવિધાઓની કમીને કારણે થઇ છે.

મીરાએ લખ્યું – કોરોનાને કારણે મેં મારા બે નજીકના કઝિનને ખોઇ દીધા. આ માટે સ્વાસ્થ્ય સેવાઓ જવાબદાર છે. મારા પહેલા કઝિનને લગભગ 2-3 દિવસ સુધી બેંગલુરુમાં આઇસીયુ બેડ ન મળ્યો અને બીજાને ઓક્સિજન લેવલ અચાનક ઘટી ગયુ. બંનેની ઉંમર 40 વર્ષ આસપાસ હતી.

મીરાએ આગળ કહ્યુ કે, આ બહુ દુ:ખદ છે કે અમે તેમને બચાવવા માટે કંઇ ના કરી શક્યા. હું સતત ડર સાથે છુ કે આગળ હવે શુ થશે. મીરા કહે છે કેે, બધી જીંદગી બસ ખત્મ થતી દેખાઇ રહી છે. તમે તમારી ક્ષમતા સાથે બધુ કરો છો પરંતુ તો પણ તમે તેમને ખોઇ દો છો.

તેણે આગળ લખ્યુ કે, ઘણો ગુસ્સો આવી રહ્યો છે અને આવું પહેલીવાર છે જયારે મને મહેસૂસ થઇ રહ્યુ છે કે મારો દેશ કૂડાદાનમાં ચાલી ગયો છેે. આપણે હોસ્પિટલમાં ઓક્સિજન, ઇંજેક્શન, દવાઓ અને બેડની વ્યવસ્થા નથી કરી શકી. સરકાર આપણા માટે આ બધુ કરે છે પરંતુ તે આપણા લોકોનું જીવન બચાવવામાં સફળ ન રહી.

Shah Jina