બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે. જેને જોઈને હેરાન અને પરેશાન છે.
મીરા અમદાવાદની એજ જાણીતી હોટેલમાં રોકાઈ હતી. આ દરમિયાન એને જમવાનો ઓર્ડર કર્યો હતો. ત્યારે આવેલા આ જમવાથી કીડા નીકળ્યા હતા. એક્ટ્રેસે આ હોટેલના ભોજનનો વિડીયો બનાવીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
View this post on Instagram
Foggy days! @machanresorts #weekendgetaway #nature #peace #tranquility #lonavla #instagram #web
મીરાંએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, ‘ અમદાવાદની હું એક હોટેલમાં ઉતરી અને મારા જમવામાંથી કીડા નીકળ્યા હતા. તમે આ હોટેલને આટલા પૈસા આપો છો કે જે તમને કીડા ખવડાવે છે. આ બહુ જ શોકિંગ છે. ‘હું ઘણા વધારે પૈસા ચૂકવી રહી છું. અહીં બધી જ વસ્તુઓની કિંમત બહુજ વધારે છે. હું છેલ્લા 1 અઠવાડિયાથી અહીં છું. અહીં આવ્યા બાદ હું બીમાર છું. હવે મને સમજ પડી કે હું આખરે બીમાર કેમ થઇ ગઈ. હવે આરોગ્યના બધા નિયમ ક્યાં ગયા.
મીરા ચોપરાના આ વિડીયોમાં લોકો બહુજ કમેન્ટ કરે છે. જણાવી દઈએ કે, બૉલીવુડ એક્ટર રાઉલ બોસે એકે હોટેલમાં 2 કેળાના 442 રૂપિયા ચોકવ્યા હતા. રાહુલે તેની આ સમગ્ર ઘટનાને ટ્વીટર પર શેર કરી હતી. બાદમાં એક્સસાઈઝ અને ટેક્સેશન ડિપાર્ટમન્ટ ઓફ ચંદીગઢ દ્વારા હોટેલના જવાબદારી ઠેરવી તેને 25 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ સાઉથની ફિલ્મમાં એક્ટિંગ કરીને ડેબ્યુ કર્યું હતું. મીરાંએ શરમન જોશી સાથે વર્ષ 2016માં ‘1920 લંડન’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
ત્યારે હવે મીરા જલ્દી જ ઋચા ચડ્ડા અને અક્ષય ખન્નાની ફિલ્મ ‘સેક્શન 375’માં નજરે ચડશે. આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ કરવામાં આવશે.
હાલ તો આ વિડીયો બાબતે હોટેલ દ્વારા કોઈ પણ પ્રકારની સફાઈ આપવામાં નથી આવી. આ વિડીયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks