અનાથ આશ્રમના બાળકો સાથે મનાવવા જતી હતી બર્થ ડે, ડોક્ટરનું ભણતી આ યુવતીનું અચાનક જ મોત થતા બધા રડી પડ્યા, જાણો મામલો

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના કિસ્સા સામે આવે છે, જેમાં ઘણીવાર કેટલાક લોકો મોતને પણ ભેટતા હોય છે. રાજ્યમાં અનેક અકસ્માતો અવાર નવાર થતા હોવાની ખબર પણ સામે આવે છે, જેમાં અનેક નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવતા હોય છે.

ત્યારે હાલમાં વડોદરાના કરજણમાંથી એક ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી છે. કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લીધી હતી અને તેને કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. આ ઘટના કરજણ-આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ નજીક બની હતી.

સુમેરૂ તીર્થ પાસે શ્રી માલિની કિશોર સંધવી મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં B.H.M.S.માં અભ્યાસ કરતી 17 વર્ષીય યુવતી લેન્સી મહેતા મૂળ જામનગરની હતી જામનગરની લેન્સી અનાથ આશ્રમમાં બાળકો સાથે તેના જન્મ દિવસની ઉજવણી કરવા જતી હતી

અને તે જેવી કોલેજની બહાર નીકળી કે કરજણ તરફથી આમોદ તરફના માર્ગ પર આવી રહેલ કારે યુવતીને અડફેટે લીધી, જેને કારણે યુવતી અંદાજિત 5 ફૂટ ફંગોળાઇ અને તેને કારણે તેનું મોત નિપજ્યુ. કાર ચાલક ભરૂચ કલેક્ટર ઓફીસ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હોવાનું હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે સામે આવ્યુ છે.

અકસ્માતની ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ અને 108 તાત્કાલિક પહોંચી હતી અને તપાસ કરી હતી. જો કે ઘટનાસ્થળે જ યુવતિનું મોત નિપજ્યું હોવાને કારણે તેના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. હાલ તો પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina