ખબર

દવાની વહેંચણી કરી, સમાજસેવા કરી, પછી ખબર પડી કે પોતાને જ કોરોના પોઝિટિવ છે, હવે થઇ ગઈ જેલ

બનારસના મડૌલીના રહેનારા દવા વ્યાપારી પ્રશાંત ઉપાધ્યાયની એપ્રિલ મહિનામાં તબિયત લગાતાર ખરાબ થઇ રહી હતી. જેને લીધે તેનો 20 એપ્રિલના રોજ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જો કે તે નેગેટિવ આવ્યો હતો. છતાં પણ ડોક્ટરોએ કહ્યું કે બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇમાં રહો, છતાં પણ તે લગાતાર પોતાની દુકાને કામ કરતા રહ્યા અને સમાજ સેવા સાથે પણ જોડાયેલા રહ્યા.

Image Source

સમાજસેવા કરવાના હેતુથી પ્રશાંતે લોકોને દવાઓનું વિતરણ કર્યું, ભોજન પૂરું પાડ્યું, મટકા-છાસ પણ પીવડાવી. પણ પછી ખબર પડી કે પોતે જ કોરોના વાયસરથી સંક્રમિત થઇ ગયા છે. જેના પછી તેને જેલ મોકલી દેવામાં આવ્યા હતા.

Image Source

પહેલા કરતા તબિયત વધારે ખરાબ થઇ જવાને લીધે તેનો ફરીથી 27 એપ્રિલના રોજ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેના પછી જાણ થઇ કે તે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેના પછી તેને પહેલાતો ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા અને ઈલાજ કરાવવામાં આવ્યો, બીજી તરફ તેના સંર્પકમાં આવેલા અન્ય 13 લોકોનો પણ ટેસ્ટ કરાવતા તેઓ પણ પોઝિટિવ જોવા મળ્યા હતા.

Image Source

એવામાં દવા વ્યાપારીના વિરુદ્ધ ક્વોરેન્ટાઇ સાથે જોડાયેલા નિયમો તોડવાને લીધે મંડુઆડીહ થાણેમાં એફઆરઆઇ દર્જ કરાવવામાં આવી. 8 મૈના રોજ પ્રશાંત ઉપાદ્યાય ઠીક થઇ ગયા હતા અને કોરોના મુક્ત થઇ ગયા હતા જેના પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.