ફાટેલા કપડા, શરીર પર ના કોઇ ઇજાના નિશાન, 14માં માળેથી પડેલી 21 વર્ષિય નર્સની મોત

ગોલ્ફ સિટી પાસે બેસમેન્ટમાં મળી લાશ, ફાટેલા હતા કપડા, 14માં માળથી નીચે પડેલી છોકરીની મોત

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યા, આત્મહત્યા કે પછી શંકાસ્પદ હાલતમાં મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મેદાંતા હોસ્પિટલમાં કામ કરતી નર્સની લાશ ગોમતી નગરના ભાગીરથી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 14મા માળેથી પડીને તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતકના કપડા ફાટી ગયા હતા. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, પોલીસને લખનઉના ગોલ્ફ થાના સિટી વિસ્તારમાં આવતા ભાગીરથી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 21 વર્ષિય યુવતીનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.તાલકટોરા વિસ્તારની 25 વર્ષીય યુવતી 21 જુલાઈના રોજ મેદાંતા હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી. તે હોસ્પિટલ ગોમતી નગરમાં હુસદીયા સ્થિત હોસ્ટેલમાં રહેતી હતી. રવિવારે મેદાંતા નજીક ભાગીરથી એન્ક્લેવના ભોંયરામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેના શરીર પર કોઈ ગંભીર ઈજા નહોતી અને લોહી પણ નીકળ્યું ન હતું પરંતુ તેના કપડા ફાટેલા હતા. જેના કારણે એવી શંકા છે કે બળાત્કાર બાદ તેની હત્યા કરી લાશને ભોંયરામાં ફેંકી દેવામાં આવી હતી.યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે તે 21 જુલાઈથી મેદાંતા હોસ્પિટલમાં આવી હતી. આ દરમિયાન તેણે એવી કોઈ વાત કહી ન હતી જે આપઘાતનું કારણ હોઈ શકે. એવું જાણવા મળ્યું છે કે મેદાંતાનો મોટા ભાગનો સ્ટાફ ભાગીરથી એન્ક્લેવમાં ભાડાના ફ્લેટમાં રહે છે.

તેમનું કહેવું છે કે દીકરીને કોઈ બહાને અહીં બોલાવીને તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. છોકરી 11:47 વાગ્યે એક મહિલા સાથે ગેટમાંથી પ્રવેશતી જોવા મળી હતી. જ્યારે આ મહિલાની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તે બાળકને સ્કૂલથી લઈને આવી રહી છે. તે છોકરીને ઓળખતી પણ નથી. પોલીસનો દાવો છે કે બાકીના ફૂટેજમાં યુવતી ટાવર નંબર 8ની લિફ્ટમાંથી ઉપર જતી જોવા મળે છે.

12મા માળ પછી 14મા માળે લિફટમાં ગઇ. પોલીસના દાવા મુજબ, યુવતી લિફ્ટમાં જતી કેમેરામાં જોવા મળી હતી. લિફ્ટમાંથી ઉપર જઈને તેણે પહેલા 12મા માળે અહીં-ત્યાં જોયું. આ પછી તે 14મા માળે ગઇ. બપોરે 2 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટની રેસિડેન્ટ વેલ્ફેર સોસાયટીના મહિલા અધિકારીએ ભોંયરામાં પડેલી લાશ અંગે પોલીસને જાણ કરી હતી. એડીસીપીનું કહેવું છે કે દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina