મગરને માંસ ખવડાવવું આ વ્યક્તિને પડ્યું ભારે, કીચડમાં પગ ફસાઈ ગયો અને મગરે કર્યો હુમલો, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

કેટલીકવાર લોકો તમને ખૂબ જ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરે છે. તેઓને લાગે છે કે તેઓ જે કરે છે તે બીજું કોઈ કરી શકશે નહીં. આ જ કારણ છે કે પ્રાચીન કાળના લોકોમાં એક પ્રસિદ્ધ કહેવત છે કે ‘પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ના કરાય’. આ કહેવત આ વાયરલ વીડિયો પર સારી રીતે બંધબેસે છે.

કારણ કે આ વીડિયોમાં એક માણસ મગર સાથે ઝપાઝપી કરતો જોવા મળ્યો હતો. મગર ભલે પાણીમાં ચુપચાપ બેઠો હોય, પરંતુ શિકાર કરતી વખતે તેના માટે માત્ર એક ક્ષણ જ પુરતી હોય છે. જો સાવધાની ન રાખવામાં આવે તો મગરનો શિકાર બનતા વાર નથી લાગતી.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે નદીના કિનારે એક વિશાળ મગર બેઠો છે. એક માણસ તેને માંસનો ટુકડો ખવડાવવા આગળ આવે છે.

આ વ્યક્તિએ હાથમાં માંસનો નાનો ટુકડો લીધો છે. મગરની નજીક જતાં જ તેણે જોરદાર હુમલો કર્યો. સદનસીબે મગરના જડબામાં માણસનો પગ આવ્યો ન હતો. નહિંતર, તે માંસના ટુકડાને બદલે તેના પગ પાનમ ચાવી જતો. આ વાયરલ વીડિયો જોયા પછી તમારા શ્વાસ ચોક્કસ થંભી જશે.

હુમલો કર્યા બાદ પણ મગર અટક્યો નહીં, ફરી એકવાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જો કે, તે માણસ પીછેહઠ કરે છે અને પરંતુ કીચડના કારણે તે પાછો લપસી પડે છે. વાયરલ થયેલા આ વીડિયોને જોઈને બધા ચોંકી ગયા છે. જો તે વ્યક્તિએ નાની ભૂલ કરી હોત તો તેણે પોતાનો જીવ ગુમાવ્યો હોત. લોકો આ વીડિયોની અંદર ઘણી બધી કોમેન્ટ કરી રહ્યા છે અને આવા ખતરા ભર્યા કામ ના કરવા માટે પણ સલાહ આપી રહ્યા છે.

Niraj Patel