જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

શ્રાવણમાં જરૂર કરો ચોખાના આ ઉપાય, ભોલેનાથની કૃપાથી થશે તમારા કષ્ટો દૂર, હજારો લોકોએ કર્યો ઉપાય

ભારતીય સંસ્કૃતિમાં ચોખાનું ખૂબ જ મહત્વ છે અને દરેક પૂજામાં ચોખા મુકવામાં આવે છે. કારણ કે ચોખા એટલે કે અક્ષતને પૂર્ણતાનું પ્રતીક અને દેવતાઓનો પ્રિય ભોગ માનવામાં આવે છે. ત્યારે ચોખાના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણી બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. ચોખાના કેટલાક ઉપાયો કરવાથી આપણું નસીબ બદલાઈ જાય છે અને આપણે માલામાલ પણ બની શકીએ છીએ.

કહેવાય છે કે શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં તેમની વિશેષ પૂજા કરવી જોઈએ. આ પૂજા દરમ્યાન પોતાની મનોકામના પુરી કરવા માટે કેટલીક ખાસ વસ્તુઓ શિવજીને અર્પણ કરવી જોઈએ. જો ભગવાનની પૂજા સાચી શ્રદ્ધા સાથે કરવામાં આવે તો બધા જ કષ્ટો ભોલે નથી દૂર કરે છે અને તમને ધન લાભ મળે છે. ભગવાન શિવની પૂજા કરવામાં ચોખાનો આ ખાસ ઉપાય કરવો જોઈએ.

Image Source

તો આજે જાણીએ ચોખાના એ ઉપાયો વિશે –

દર સોમવારે શિવલિંગની પૂજા કરવી અને આ પૂજા કરતા સમયે અડધો કિલો કે ૧ કિલો ચોખા સાથે લઈને બેસવું, પૂજા પુરી થયા પછી ૐ નમઃ શિવાય ના જાપ કરતા કરતા ૧ મુઠ્ઠી ચોખા શિવલિંગ પર ચઢાવી દો, એ પછી બાકીના વધેલા ચોખાને કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો. આ ઉપાય સતત ૫ સોમવાર કરવા જોઈએ. આ ઉપાય તમે શ્રાવણના સોમવારે પણ કરી શકો છો. આ ઉપાય કર્યા પછી તમને જરૂરથી જ દરેક કાર્યમાં સફળતા મળશે. સાથે જ તમારી ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.

Image Source

આ ઉપાય કરતા સમયે ભગવાન શિવને પોતાના જીવનના કષ્ટો દૂર કરવાની પ્રાર્થના કરો. આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે. અને તમારું નસીબ પણ બદલાઈ જાય છે. પણ ધ્યાન રાખવું કે શિવજીને ચઢાવવામાં આવતા આ ચોખા તૂટેલા ન હોય. આ ઉપાય કરવાથી તમારી આર્થિક કે સામાજિક કે કોઈ બીજા પ્રકારની સમસ્યાઓ હશે તો એ દૂર થઇ જશે. શ્રાવણમાં આ ઉપાય કરવાથી ખૂબ જ જલ્દી ફળ મળે છે.

શિવપુરાણ અનુસાર, જે પણ વ્યક્તિ નિયમિત રૂપથી સાંજે મંદિરમાં જઈને શિવલિંગ પાસે માટીના કોળીયામાં દીવો પ્રગટાવે છે, એના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની સમસ્યા આવતી નથી. જો ઘરમાં કોઈ પણ પ્રકારની સમમસ્યા હોય તો શ્રાવણમાં રોજ સવારે ગૌમૂત્રનો છંટકાવ કરો અને ધૂપ કરો.

Image Source

જો લગ્નમાં કોઈ અડચણ આવતી હોય તો એ દૂર કરવા માટે શ્રાવણમાં રોજ શિવલિંગ પર કેસરવાળું દૂધ ચઢાવવું. કોઈ નદી કે તળાવ જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવડાવો અને મનમાં શિવજીની સ્મરણ કરો તો પણ ધનની પ્રાપ્તિ થાય છે.

જો તમે રોજ ચોખા ખાતા હોવ તો સૂર્યાસ્ત પછી ચોખા ન ખાઓ. રાતના ભોજનમાં ચોખા, દહીં જેવી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે. આટલું જ નહીં, જમતા સમયે ચોખાને થાળીમાં જમણી બાજુ રાખવા જોઈએ. ચોખાને ક્યારેય થાળીમાં એઠા ન રાખવા જોઈએ.

જો તમે નોકરી શોધી રહયા છો કે જ્યા નોકરી કરો છો એ નોકરીમાં પરેશાન છો તો ભાત બનાવીને કાગડાઓને ખવડાવો.

Image Source

જો તમે આખા અડદની કાળી દાળના ૩૮ અને ચોખાના ૪૦ દાણા ભેગા કરીને કોઈ ખાડામાં દબાવી દો અને ઉપરથી લીંબુ નીચોવી લો, અને લીંબુ નિચોવતાં સમયે તમારા શત્રુનું નામ લેતા રહો, તો એની હાર થશે અને એ તમારા વિરુદ્ધ કોઈ પગલું નહિ ભરી શકે.

અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને એમાં રોટલી ચોળીને કાગડાઓને ખાવા માટે ઘરના ધાબે મૂકી દો. આ ઉપાય કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે. જો કુંડળીમાં કોઈ પ્રકારનો પિતૃ દોષ હોય તો અશુભ અસર પણ ખતમ થઇ જાય છે, અને અટકેલા કામો પણ થવા લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks