જો તમે ધ્યાન આપ્યું હોય તો દરેક વ્યક્તિના શરીરના કોઈને કોઈ ભાગમાં તલ ચોક્કસ હોય છે. જે કોઈના હોંઠોના ઉપર તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે, તો કોઈના આકર્ષણને ઓછું કરવાનું કારણ બને છે. શાસ્ત્રોના આધારે વ્યક્તિના અંગો પર રહેલા આ તલ તેના ભવિષ્ય અને ચરિત્રના ઘણા રહસ્યો ખોલે છે. આવો તો તમને જણાવીએ શરીરના પર રહેલા તલ શું કહે છે અને તેનો અર્થ શું છે.
1. માથાના જમણા ભાગ પર તલ હોવું:

માથાના જમણા ભાગ પર તલ હોવું દૌલત, શૌહરત અને સફળતાને દર્શાવે છે.
2. નેણ(આઈબ્રો)ની નીચેના ભાગે તલ હોવું:

નેણની નીચે રહેલો તલ બુદ્ધિમાની અને રચનાત્મક્તા દર્શાવે છે.
3. મોં કે નીચેના જડબાની ઉપર દાઢીના ભાગ પર તલ હોવું:

જે મહિલાઓને આ ભાગ પર તલ હોય છે તેને ખુબ જ સુંદર માનવામાં આવે છે. આ તલ તે બાબત તરફ ઈશારો કરે છે કે તે મહિલા એક સંતુલિત અને સફળ જીવન જીવી રહી છે.
4. નાક પર તલ હોવું:

જે લોકોના નાક પર તલ હોય છે તે ખુબ સ્માર્ટ હોય છે. આ સિવાય તેઓ ગુસ્સેલ સ્વભાવના પણ હોય છે.
5. આંખોના સફેદ ભાગમાં તલ હોવું:

ઘણા લોકોને આંખના સફેદ ભાગમાં પણ તલ હોય છે. જો જમણી આંખના સફેદ ભાગમાં તલ હોય તો તે ખુબ સહેલાઈથી દૌલત મળવાનો સંકેત આપે છે. અને ડાબી આંખના સફેદ ભાગમાં તલ હોવું ઘમંડી હોવાનો સંકેત આપે છે.
6. કાનના નીચેના ભાગમાં તલ હોવું:

જો વ્યક્તિના જમણા કાનના નીચેના ભાગમાં તલ હોય તો તે વ્યક્તિના પોતાના પરિવારની જવાબદારીઓ મજબુતીથી નિભાવવાનો સંકેત આપે છે.
7. ગાલ પર તલ હોવું:

જો તમારા જમણા ગાલ પર તલ હોય તો તમે ખુબ જ ભાવુક સ્વભાવના વ્યક્તિ હોઈ શકો છો. આ સિવાય જો તલ તમારા ડાબા ગાલ પર હોય તો તે ધૈર્ય રાખનારા વ્યક્તિ હોવાનો સંકેત આપે છે.
8. ગરદન પર તલ હોવું:

જો તમારી ગરદન પર તલ હોય તો તેને ખુબ સારું માનવામાં આવે છે. જે તમારા સારા વ્યક્તિત્વનો સંકેત આપે છે.
9. ખંભા પર તલ હોવું:
કોઈના ખંભા પર તલ હોવું દર્શાવે છે કે તે વ્યક્તિ પર ઘણી બધી જવાબદારીઓ છે અને તે એક સમજદાર અને વ્યવહારિક વ્યક્તિ છે.
10. છાતી પર તલ હોવું:
છાતીના ભાગ પર તલ હોવું દર્શાવે છે કે તે વ્યક્તિ ખુબ જ આળસુ છે. તે જીવનમાં સુખ સુવિધાઓનો વધુ આંનદ લેવાનું પસંદ કરે છે.
11. આંગળીઓ પર તલ હોવું:

આંગળીઓ પર તલનું હોવું જીવનમાં બાધાઓને દર્શાવે છે.
12. હથેળીઓ પર તલ હોવું:

જમણી હથેળી પર તલ હોવાનો અર્થ છે કે તે વ્યક્તિ ઘનિક જીવન જીવશે. જ્યારે ડાબી હથેળી પર રહેલું તલ દર્શાવે છે કે વ્યક્તિ ખુબ ખર્ચા કરનારા સ્વભાવનો છે.
13. પગ પર તલ હોવું:

પગ પર તલ હોવાનો અર્થ એ છે કે તે વ્યક્તિને પોતાના જીવનમાં દુનિયા ફરવા અને નવી નવી જગ્યાઓ પર જવાના અનેક મૌકાઓ મળશે.
14. બાહુ પર તલ હોવું:

બાહુ પર તલ હોવું દર્શાવે છે કે તમે એક બહાદુર વ્યક્તિ છો અને સારા નિર્ણય લેવામાં ખુબ જ સક્ષમ છો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.