તો મિત્રો ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે સવારે જોયેલું સપનું સાચું પડે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા દ્વારા જોવામાં આવેલા દરેક સપનાનું ખુબ જ મહત્વ હોય છે, તમારા સપના આવનારા સમયની ઘટનાઓ સાથે પણ જોડાયેલા હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં થનારી ઘટનાઓ શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે અને ભવિષ્ય વિષે ઘણી માહિતીઓ આપે છે. આજે આમે તમને સપનામાં દેખાતા કેટલાક સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.
સળગતો દીવો:

જો તમારા સપનામાં સળગતો દીવો દેખા તો તે શુભ સંકેત માનવામાં આવે છે. સળગતો દીવો અંધારાને અજવાળામાં ફેરવે છે આ ખુબ જ સારો સંકેત આપે છે. તેનો અર્થ એ છે કે તમારી ઉમર વધી ગઈ છે.
આગ:
જો સપનામાં આગ દેખાય તો વ્યક્તિ બીવા લાગે છે પરંતુ સપનામાં આગ દેખાય તો તેમારી ધનને લગતી તકલીફો દૂર થશે અને અટકેલા પૈસા પાછા આવવાનો શુભ સંકેત આપે છે. પરંતુ જે આગમાં કોઈને સળગતા જુઓ તો તે અશુભ માનવામાં આવે છે. તેનાથી ધંધામાં અને વ્યાપારમાં અટકળો આવે છે.
દિવાળી અથવા કોઈ તહેવાર ઉજવવો:

સપનામાં દિવાળી અથવા કોઈ તહેવાર ઉજવાતા જુઓ તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. ઘરનું વાતાવરણ સકારાત્મક હોવાથી પરિવારના સદસ્યો સાથેનો સંબંધ સારો અને મજબૂત થાય છે. સાથે સાથે ધનને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે.
બાળક:
સપનામાં બાળક દેખાય તો તે અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને બાળક દેખાય તે વ્યક્તિ જે પણ કામ કરી રહ્યો છે તેમાં તે પરી પાકવા નથી. એવું પણ કહે શકાય કે તેને કરોબાર સાંભળવામાં હજી પણ વાર છે.
ગરોળી:

સપનામાં ગરોળી દેખાવી શુભ અને અશુભ બંને માનવામાં આવે છે. જો આપણને એક જગ્યાએ બેઠેલી ગરોળી દેખાય તો તે કોઈ અનહોની અથવા આર્થિક નુકશાન થવાનો ઈશારો છે. કીડા ખાતી ગરોળી દેખાય તો તેનો અર્થ ઘણી આસપાસ ચોરી થવાની સંભાવના છે. જો તમે ગરોળીને બીને ભાગતા જુઓ તો તે શુભ માનવામાં આવે છે. તેનાથી ઘમાં આવનારી તકલીફો દૂર થઇ જાય છે.
વરઘોડો :
સપનામાં લગ્ન દેખાય અને તેની સાથે સાથે વરઘોડો દેખાય તો તેનો અર્થ તમારા જીવનમાં તકલીફો આવવાની છે તેવો સંકેત આપે છે.
મધપૂડો:

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં માધુપુડો દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી પરિવારમાં એકતા બની રહે છે અને સંબંધોમાં મીઠાસ આવે છે. પરંતુ જો મધમાખી ફૂલ ઉપર બેઠી દેખાય તો તમને ધંધામાં તકલીફો આવવાનો સંકેત આપે છે.
મૃત વ્યક્તિનું દેખાવું:
જો કોઈ મૃત વ્યક્તિ સપનામાં દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. અને કહેવાય છે કે એ વ્યક્તિની ખુબ જ જૂની ઈચ્છા જલ્દી પુરી થવાની છે.