કોરોના મહામારીના આ સમયમાં દિલ જીતી રહ્યુ છે નાના બાળકનું આ કામ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

માતાએ કોરોના દર્દીઓ માટે બનાવ્યુ ભોજન, તો બાળકે ટિફિનમાં લખ્યું એવું કે રાતોરાત પોસ્ટ થઇ વાયરલ, જુઓ

કોરોના દર્દીઓ માટે તેની માતા દ્વારા બનાવવામાં આવેલા ખાવાના ડબ્બા પર એક છોકરાએ લખેલ મેસેજ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે. ખાવાના ડબ્બા પર “ખુશ રહો” તેમ લખનાર એક છોકરાની તસવીર વાયરલ થઇ રહી છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના આવા સમયમાં આ નાના છોકરાનો સંદેશ વાંચી સૌ કોઇના મોઢા પર સ્માઇલ આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુઝર દ્વારા આ તસવીરને શેર કરવામા આવી છે. આ તસવીરમાં એક નાનો બાળક ખાવાના પેકેટ પર તેના હાથથી “ખુશ રહીએ” એમ લખી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર આ તસવીર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરને જોઇ લોકો પણ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, કોરોના મહામારીના દોરમાં આપણે બધાએ પણ આ માસૂમ બાળકની જેમ લોકો વચ્ચે ખુશીઓ વહેંચવી જોઇએ.

પ્રતિકાત્મક તસવીર

એક ટ્વીટર યુઝર @ manishsarangal1 ને તસવીર શેર કરી છે અને આ તસવીર શેર કરી કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, આ છોકરાની માતા કોરોના દર્દીઓ માટે ખાવાનું બનાવે છે અને આ પ્રેમાળ છોકરો પ્રત્યેક બોક્સ પર “ખુશ રહીએ” તેવો મેસેજ લખી રહ્યો છે.

Shah Jina