નિયમોના નામ ઉપર ફરી થયો એક ગરીબ સાથે અન્યાય, નગર નિગમ દ્વારા તોડી નાખી ગરીબની શાકભાજીની લારી

કોરોના વાયરસના કાર્નેલ અગેલા લોકડાઉનની અંદર ઘણા નિયમોમાં બદલાવ થઇ ગયો છે. લોકડાઉનના કારણે ઘણા લોકોની રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે, ઘણા લોકો આજે પણ બેકાર થયેલા છે. આવા સમયે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે માનવતાને પણ શર્મસાર કરી નાખે.

હાલ મુંબઈમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ગરીબની શાકભાજીની લારીને નાગર નિગમના કર્મચારીઓ દ્વારા તોડી નાખવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો જોયા બાદ કોમેન્ટમાં પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો મુંબઈના મીરા-ભાયંદર નગર નિગમના કાર્યકર્તાઓની બર્બરતાનો છે, આ વીડિયો 30 જૂનના રોજનો હોવાનું પણ સામે આવ્યું છે.

જેમાં એમડીએમસી કાર્યકર્તા એક લારીવાળાની લારીને હથોડીથી તોડી રહ્યા છે. તો લાચાર બનેલો લારીવાળો એક કિનારે બેસીને રડી રહ્યો છે.આ ઘટના મુંબઈના ઉત્તરી વિસ્તાર સ્થિત નયા નગરની છે.

Niraj Patel