ખબર

નહીં રહ્યા મસાલાના બાદશાહ MDH વાળા મહાશય ધર્મપાલ, 98 વર્ષની ઉંમરે થયું નિધન

દેશની અગ્રણી મસાલાના મલિક મહાશિયા દી હટ્ટી(MDH)ના માલિક મહાશય ધર્મપાલજી ગુલાટીએ આજે આ દુનિયાને અલવિદા કહી છે. 98 વર્ષની વયે ધર્મપાલજી ગુલાટીએએ સવારે 5:38 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાને મ્હાત આપ્યા બાદ હાર્ટએટેકને કારણે નિધન થયું હતું. વેપાર અને ઉદ્યોગજગતમાં ઉલ્લેખનીય યોગદાન આપવા માટે ગયા વર્ષે જ તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પદ્મ ભૂષણથી સમ્માનિત કર્યા હતા.


ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923માં પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. તે 1947માં વિભાજન સમયે પાકિસ્તાનથી અમૃતસર આવ્યા હતા. તે સમયે તેની પાસે ફક્ત 1500 રૂપિયા હતા.ભારતમાં આવ્યા બાદ તેને પરિવારના ભરણપોષણ માટે નાનકડી દુકાનમાં તેમણે વેપારની શરૂઆત કરી હતી. આ બાદ સંપત્તિ ભેગી થઇ ગઇ કે દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી હતી.


જણાવી દઈએ કે, ભારત અને દુબઇમાં મસાલાની 18 ફેકટરીઓ છે. આ ફેકટરીઓમાં તૈયાર થયેલા એમડીએચ મસાલા દુનિયાભરમાં પહોંચે છે. એમડીએચની 62 પ્રોડક્ટસ છે. કંપની ઉત્તર ભારતના 80 ટકા બજાર પર કબ્જાનો દાવો કરે છે.