માણસની લગન અને મહેનત તેને એકના એક દિવસે તેના મુકામ સુધી પહોચાડે જ છે જ્યાં લોકો પહોંચવા માટેના વિચારો કરતા રહેતા હોય છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે કહેવા જઈ રહ્યા છીયે જેને એક નાના એવા માધ્યમથી પોતાનો બીઝનેસ શરુ કર્યો હતો અને પોતાની મહેનતથી તેને આજે એક મહાન વ્યક્તિ બનાવી દીધા.
આજકાલ બીઝનેસ મેગેઝીન કવર પેજ પર નવા નવા અને યુવાન લોકોની તસ્વીરો આવતી હોય છે. પરંતુ એક ચહેરો એવો છે કે જેમની પ્રોડક્ટ પર એ ચહેરો ન હોય તો પ્રોડક્ટને રીલીઝ કરવામાં નથી આવતી.

અમે વાત કરી રહ્યા છીયે ધર્મપાલ ગુલાટીની જેણે MDH મસાલા ભારતની બજાર તેમજ પૂરી દુનિયામાં સૌથી ફેમસ છે. 94 વર્ષના ધર્મપાલ ગુલાટી MDH મસાલાનાં સીઈઓ છે. જેન તમે કોઈ મેગેજીનમાં નહી પણ તેના મસાલાનાં બોક્સ કવર પર જ જોયા હશે.
5મુ પાસ ધર્મપાલ સિંહે ગયા વર્ષની તુલનામાં 21 કરોડની કમાણી કરી જે ભારતની મોટી મોટી કંપનીઓના સીઈઓનાં વેતનથી ઘણી એવી મોટી છે. ગયા વર્ષની તુલનામાં MDH કંપનીને 213 કરોડનો ફાયદો થયો હતો.

MDH મસાલાની 80 ટકા હિસ્સેદારી ધર્મપાલ ગુલાટી પાસે છે. જેને દાદજી કે મહાશયના નામથી પણ જાણવામાં આવે છે. તેની ગણતરી એવા સીઈઓનાં રૂપમાં કરવામાં આવે છે કે જે નિયમિત રૂપથી કંપની, વ્યાપારી કે લોકોને મળતા રહે છે.
ધર્મપાલને જ્યાં સુધી જાણ ન હતી કે તેના મસાલાનો સ્વાદ કેવો છે ત્યાં સુધી તે અલગ અલગ જગ્યાએ જઈને પોતાના બનાવેલા મસાલાની જાણકારી લેતા હતા, અને એમાં કોઈ ખામી નીકળતી તો તેને સુધારી પણ લેતા હતા.

એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાતી આજે કોઈપણ ઓળખનાં મોહતાજ નથી. તેમણે માત્ર એમડીએચ મસાલાને બ્રાન્ડ જ નથી બનાવ્યા. પણ તેની જાહેરાત તેઓએ ખુદ જ કરી હતી. તેમની કંપનીના મસાલા આજે દરેક ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થશે. જો કે, ધર્મપાલે તેની સફળતા મેળવવા માટે એમાં સંપૂર્ણ જીવન ગાળ્યું. આજે, એમડીએચ 60થી વધુ જાતો મસાલા ઉત્પન્ન કરે છે અને તે દેશ અને વિદેશમાં નિકાસ પણ કરે છે.
મહાશય ધર્મપાલ ગુલાટીજીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ સિયાલકોટમાં થયો હતો. વિભાજન પછી, તેમનો પરિવાર દિલ્હીમાં આવી ગયો હતો. આ મુસાફરી ધર્મપાલ માટે સહેલી ન હતી, જેનો અભ્યાસ માત્ર 5 ધોરણ સુધી થયો હતો. તેમના મન શરૂઆતમાં અભ્યાસમાં લાગતું ન હતું. પિતા મહાશય ચુનીલાલ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ખૂબ ભણે. પણ પુત્ર કંઈક અલગ કરવાનું ઇચ્છતો હતો.

પાંચમા ધોરણમાં ફેલ થયા પછી, પિતાએ તેને વેપારીની દુકાનમાં કામ કરવા મોકલ્યા. બે મહિના પછી ધર્મપાલે નોકરી છોડી દીધી. 15 વર્ષની વયે તેણે તાંબું ચલાવવાથી લઈને સાબુ વેચવા સુધીના 50 કામ કર્યા હતા. તેના પછી તેણે મસાલા બનાવવાની કલ્પના કરી. તેઓએ પોતાનું કામ કરવાનું વિચાર્યું.
તે બજારમાંથી સૂકા મસાલા ખરીદતા હતા અને ઘરે તેમને પીસીને બજારમાં વેચતા હતા. મસાલાની ગુણવત્તાને કારણે, તેમનું નામ અને કામ વધવાનું શરૂ થયું. તેથી, તેઓએ બજારમાં મસાલાને પીસાવવાનું શરૂ કર્યું. જ્યા મસાલામાં મિલવાટ શરુ થઇ ગઈ હતી, જેનાથી ધર્મપાલને મસાલામાં ફરિયાદ મળી. આ પછી, 1959માં, તેમણે પોતે દિલ્હીના કિર્તીનગરમાં મસાલા પીસાવાની ફેક્ટરીની સ્થાપના કરી.

જ્યારે વ્યવસાયમાં વધારો થયો, ત્યારે તેઓએ મસાલા પીસવાથી લઈને પેકેટ બનાવવા માટેના મશીનો ખરીદી લીધા. ખાસ વાત એ છે કે તેઓએ એમડીએચને પ્રોત્સાહન આપવા માટે કોઈ મોડેલ રાખી જ નથી.
એમડીએચ બ્રાન્ડની માલિકી લીધી અને જાહેરાતમાં પોતે જ કામ કર્યું. આજે તેની કંપની 100 દેશોમાં મસાલાની નિકાસ કરે છે. તેમના દીકરાઓ અને છ પુત્રીઓ આ મસાલાનું વિતરણ કાર્ય સંભાળે છે. એટલે જ બધા જાણે છે કે કઈ રીતે જમીનથી ઊંચાઈઓ સુધી તેમને સફર કરી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks