ટીવી ઉપર આમ તો ઘણી જાહેરાતો આવે છે, પરંતુ કેટલીક જાહેરાતો એવી હોય છે જે આપણું ધ્યાન ખેંચે એવી જ એક જાહેરાત દરેક વ્યક્તિએ જોઈ હશે. “અસલી મસાલે સચ સચ, એમ.ડી.એચ.” આ જાહેરાતમાં કામ કરનારા એક વૃદ્ધ વિશે ઘણી એવી વાતો છે જે તમને પણ નહિ ખબર હોય. આ વ્યક્તિનું નામ છે મહાશય ધરમપાલ ગુલાટી અને તે હવે 97 વર્ષના થઇ ગયા છે. એમડીએચ કંપનીના માલિક પણ આજ વ્યક્તિ છે. તેમના જીવનની કહાણી પણ ખુબ જ રસપ્રદ છે. ટીવીની જાહેરાતમાં જોવા મળનાર આ વ્યક્તિ ઘણા લોકોના આદર્શ પણ રહ્યા છે… તો ચાલો આજે એમના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો જણાવીએ….

ધરમપાલ ગુલાટી માત્ર 5માં ધોરણ સુધી જ ભણ્યા છે. આગળના અભ્યાસ માટે તે ક્યારેય સ્કૂલમાં નથી ગયા. ભલે તેમને પુસ્તકનું શિક્ષણ નથી લીધું પરંતુ આજે તેમને દુનિયાભરના વ્યવસાહી લોકો પોતાના આદર્શ માને છે. પોતાના નામનો ડંકો તેમને દુનિયાભરમાં વગાડ્યો છે.

યુરોમોનિટરના જણાવ્યા પ્રમાણે ધરમપાલ ગુલાટી એફએમસીજી સેક્ટરના સૌથી વધારે કમાણી કરવા વાળા સીઈઓ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે વર્ષ 2018માં તેમને 25 કરોડ રૂપિયા પગાર લીધો હતો. ધર્મપાલ ગુલાટી પોતાના પગારનો લગભગ 90 ટકા ભાગ દાન કરી દેતા હતા. તે 20 સ્કૂલ અને 1 હોસ્પિટલ પણ ચલાવતા હતા.

98 વર્ષની ઉંમરે પણ ધરમપાલ ગુલાટી પોતાની પ્રોડ્કટની જાહેરાત પોતે જ કરતા હતા, મોટાભાગે આપણે તેમને ટીવી ઉપર મસાલાની જાહેરાતમાં મસાલા વિશે જણાવતા જોયા હશે. તેમને દુનિયાના સૌથી વધુ ઉંમરવાળા એડ સ્ટાર માનવામાં આવતા હતા.

ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ સિયાલકોટ (પાકિસ્તાન)માં થયો હતો. 1947માં દેશના વિભાજન બાદ તે ભારત આવી ગયા. ત્યારે તમેની પાસે ફક્ત 1500 રૂપિયા હતા.

ભારતમાં આવીને તેમને પોતાના પરિવારના ભરણ-પોષણ માટે ઘોડાગાડી ચલાવવાનું શરૂ કર્યું હતું. પછી જલ્દી જ તેમના પરિવાર પાસે એટલી સંપત્તિ જમા થઇ ગઈ કે તે દિલ્હીના કરોલ બાગ સ્થિત અજમલ ખાં રોડ ઉપર મસાલાની એક દુકાન ખોલી શકે.

આ દુકાનમાંથી મસાલાનો કારોબાર ધીમે ધીમે એટલો ફેલાતો ગયો કે આજે તેમની ભારત અને દુબઈમાં મસાલાની 18 ફેકટરીઓ છે. આ ફેક્ટરીઓમાંથી તૈયાર થયેલા એમડીએચ મસાલા દુનિયાભરમાં પહોંચે છે. એમડીએચની કુલ 62 પ્રોડક્ટ્સ છે. કંપની ઉત્તરી ભારતના 80 ટકા બજાર ઉપર કબ્જો હોવાનો દાવો કરે છે.

ધરમપાલ ગુલાટી આજે 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. આજે વહેલી સવારે તેમનું હૃદય રોગના હુમલાથી નિધન થયું. તેઓ આ ઉંમરે પણ દરરોજ દિલ્હી, ફરીદાબાદ, ગુડગાંવની કોઈને કોઈ ફેકટરીમાં વિઝીટ કરતા હતા.તેમની છ દીકરીઓ છે અને એક દીકરો છે. જે તેમના મસાલાના સામ્રાજ્યનું સંચાલન કરવામાં મદદ કરે છે. 2 હજાર કરોડ રૂપિયા બજાર મૂલ્યની મહાશિયન દિ હટ્ટી (MDH) ગ્રુપના સીઈઓ ગુલાટી પદ્મ ભૂષણ સન્માનથી પણ સન્માનિત થયેલા છે.

ગુલાટીનું કહેવું હતું કે તેમના લાંબા આયુષ્યનું રહસ્ય ઓછું ખાવું અને નિયમિત વ્યાયામમાં છુપાયેલું છે. ગુલાટી પોતાના હાથ ફફડાવતા અને સફેદ દાંત બતાવતા કહે છે: “હું ઘરડો નથી, જવાન છું.” તે સવારે 4 વાગે પોતાની પથારી છોડી દેતા હતા. પછી થોડીવાર વ્યાયામ કરીને હલકો નાસ્તો લઈને ચાલવા માટે નહેરુ પાર્કમાં ચાલ્યા જતા. તે સાંજે અને રાત્રે પણ જમ્યા બાદ ચાલવા માટે જતા હતા.